તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ 18 પૈસા મોંઘુ, મુંબઈમાં ડીઝલનો ભાવ 70 પૈસા ઘટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: એક દિવસની રાહત પછી પેટ્રોલ-ડીઝલ શનિવારે ફરી મોંઘુ થયું હતું. દિલ્હીમાં પેટ્રોલ 18 પૈસા વધીને લીટર દીઠ ભાવ 81.50 થઈ ગયો હતો. દિલ્હીમાં ડીઝલ 29 પૈસા વધીવે 73.24 થઈ ગયું હતું. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 70 પૈસાનો ઘટાડો થયો છે. મુબંઈમાં ડીઝલનો લીટર દીઠ ભાવ રૂ. 76.75 થઈ ગયો છે. 

 

મેટ્રો શહેર મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સૌથી વધારે

 

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર

શુક્રવારના ભાવ

(લીટર દીઠ રૂ.માં)

શનિવારના ભાવ  

(લીટર દીઠ રૂ.માં)

 વધારો
દિલ્હી 81.50 81.68 18 પૈસા
મુંબઈ 86.97 87.15 18 પૈસા

 

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર

શુક્રવારના ભાવ

(લીટર દીઠ રૂ.માં)

શનિવારના ભાવ  

(લીટર દીઠ રૂ.માં)

 વધારો/ઘટાડો
દિલ્હી 72.95 73.24 29 પૈસા વધ્યા
મુંબઈ 77.45 76.75 70 પૈસા ઘટ્યા

 

શુક્રવારે પેટ્રોલના ભાવમાં રૂ. 5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો


- કેન્દ્ર સરકારે ગુરુવારે પેચ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 1.5 એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. તેલ કંપનીઓને એક રૂપિયો અને રાજ્યોને અઢી રૂપિયા સુધી ઘટાડવાની અપીલ કરી હતી. 
- મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકારની અપીલ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. આમ, શુક્રવારના દિવસે ઘણાં રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂ. 5 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે દિલ્હી સરકારે ભાવ ઘટાડવાની ના પાડી હતી. તેથી ત્યાં માત્ર રૂ. 2.5 સુધીનો ઘટાડો થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...