દિલ્હીમાં પેટ્રોલ 21 પૈસા સસ્તું થઈને 78.21 રૂપિયા, 22 દિવસમાં 4.62 રૂપિયાનો ઘટાડો

Petrol cheaper by 21 paisa in Delhi on Thrusday 08 oct

Divyabhaskar.com

Nov 08, 2018, 01:12 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં પેટ્રોલ ગુરુવારે 21 પૈસા સસ્તું થયું છે. જયારે એક લીટર પેટ્રોલનો રેટ 78.21 રૂપિયા થઈ ગયો છે. જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 20 પૈસા ઘટીને 83.27 રૂપિયા થયો છે. જયારે ડીઝલનો ભાવ 18થી 19 પૈસા સુધી સસ્તો થયો છે. દિલ્હીમાં 22 દિવસમાં પેટ્રોલનો ભાવ 4.62 રૂપિયા ઘટયો છે. ક્રુડનો ભાવ ઓછો થવા અને રૂપિયામાં મજબૂતાઈ આવવાને કારણે ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટાડી રહી છે. આંતરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 73 ડોલર પ્રતિ બેરલથી નીચે છે.

દિલ્હીમાં 22 દિવસ ( 18 ઓક્ટોબરથી 8 નવેમ્બર)માં પેટ્રોલ 4.62 રૂપિયા સસ્તું થયું છે. આ દરમિયાન મુંબઈમાં પેટ્રોલનો ભાવ 4.57 રૂપિયા ઓછો થયો છે. 18 ઓક્ટોબર પહેલા ઓઈલ કંપનીઓ સતત કિંમતોમાં વધારો કરી રહી હતી. માત્ર 5 ઓક્ટોબરે પેટ્રોલ-ડિઝલ 2.5 રૂપિયા સસ્તું થયું હતું.

કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી 1.5 રૂપિયા ઘટાડી હતી. ઓઈલ કંપનીઓને 1 રૂપિયો ઓછો કરવાનું કહેવામાં આવ્યું હતું. આ રીતે 5 ઓક્ટોબરે 2.5 રૂપિયાની રાહત મળી હતી.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ

શહેર બુધવારનો રેટ ( રૂપિયા/લિટર) ગુરૂવારનો રેટ (રૂપિયા/લિટર)
ઘટાડો
દિલ્હી 78.42 78.21 21 પૈસા
મુંબઈ 83.92 83.72 20 પૈસા
કોલકતા 80.33 80.13 20 પૈસા
ચેન્નાઈ 81.46 81.24 22 પૈસા

મેટ્રો શહેરોમાં ડિઝલ

શહેર બુધવારનો રેટ ( રૂપિયા/લિટર) ગુરૂવારનો રેટ (રૂપિયા/લિટર) ઘટાડો
દિલ્હી 73.07 72.89 18 પૈસા
મુંબઈ 76.57 76.38 19 પૈસા
કોલકતા 74.93 74.75 18 પૈસા
ચેન્નાઈ 77.24 77.05 19 પૈસા
X
Petrol cheaper by 21 paisa in Delhi on Thrusday 08 oct
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી