ટ્વિટર / સંસદની પેનલે ટ્વિટરના CEO જેક ડોર્સીને 25 ફેબ્રુઆરીએ રૂબરૂ હાજર રહેવા સમન્સ પાઠવ્યું

Parliamentary panel summons Twitter CEO to appear before it on February 25

  • પાર્લામેન્ટરી પેનલની ઈન્ફોર્મેશન ટેકનોલોજી પેનલે આ સમન્સ પાઠવ્યું છે
  • અગાઉ કમિટીની બેઠક 7 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી હતીઃ સૂત્રો

Divyabhaskar.com

Feb 11, 2019, 06:30 PM IST

મુંબઈઃ પાર્લામેન્ટરી પેનલે ટ્વિટરના CEO જેક ડોર્સી ને તેની સમક્ષ તા.25 ફેબ્રુઆરીએ ઉપસ્થિત રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. પાર્લામેન્ટરી પેનલની ઈન્ફોર્મેશન ટેકનોલોજી પેનલે આ સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે કમિટીના ચેરમેને આ અંગેની માહિતી આપી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેનલ મેમ્બર્સે ટ્વિટર હેડ સોમવારે તેની સમક્ષ ઉપસ્થિત ન રહ્યાં તે અંગેની ગંભીર નોંધ લીધી હતી. કમિટીના ચેરમેન અને બીજેપીના સાંસદ અનુરાગ ઠાકુરે આ અંગે જણાવ્યું હતું કે ટ્વીટર હેડ અને અન્ય પ્રતિનીધીઓને 25 ફેબ્રુઆરી પહેલા કમિટી સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટરની ભારત ઓફિસના પ્રતિનિધિઓ પાર્લામેન્ટમાં નક્કી કરેલી મિટિંગ હાજર થવા માટે પહોંચી ગયા હતા. પરંતુ તેમને મિટિંગમાં બોલાવવામાં આવ્યા ન હતા.

આ અંગે શનિવારે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ કમિટીની બેઠક 7 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી હતી. પરંતુ પછીથી તેને 11 ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી હતી. મિટિંગ મુલત્વી રાખવા પાછળનું કારણ એવું હતું કે ટ્વિટરના CEO અને સિનિયર અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહી શકે. ઉલ્લેખનીય છે કે જેક ડોર્સી ટ્વિટરના સીઈઓ છે.

X
Parliamentary panel summons Twitter CEO to appear before it on February 25
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી