આંકડા / 100 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક આવક જાહેર કરનારાઓની સંખ્યા 1 વર્ષમાં 61% વધી

Divyabhaskar.com | Updated - Feb 08, 2019, 07:59 PM
only 61 individuals declared gross income of over Rs 100 cr in AY2017 18
X
only 61 individuals declared gross income of over Rs 100 cr in AY2017 18

  • એસેસમેન્ટ વર્ષ 2017-18માં આવા લોકોની સંખ્યા 61 રહી, 2016-17માં 38 લોકો હતા
  • કેન્દ્રીય રાજય મંત્રી રાધાકૃષ્ણને આ માહિતી લોકસભામાં આપી છે

નવી દિલ્હીઃ એસેસમેન્ટ વર્ષ 2017-18માં માત્ર 61 લોકોએ જ તેમની કુલ વાર્ષિક આવક 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. જોકે એક વર્ષ પહેલાની સરખામણીમાં તે 61 ટકા વધુ છે. આ પહેલાના વર્ષે 38 લોકોએ તેમની આવક 100 કરોડથી વધુ હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય રાજય મંત્રી પી રાધાકૃષ્ણને  અંગેની માહિતી લોકસભામાં લેખિતમાં આપી છે.

2014-15માં 24 લોકોએ આ માહિતી આપી

1.નાણાં રાજય મંત્રીએ જણાવ્યું કે એસેસમેન્ટ વર્ષ 2014-15માં 100 કરોડ રૂપિયાથી વધુ આવક જાહેર કરનારઓની સંખ્યા માત્ર 24 હતી. તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
2.એક સવાલનો જવાબ આપતા નાણાં રાજય મંત્રી પ્રતાપ શુકલાએ કહ્યું કે બેનામી સંપતિના લેવડ-દેવડના કાયદા અંતર્ગત સરકાર કાર્યવાહી કરી રહી છે. અલગ-અલગ એજન્સીઓએ આ કાયદા અંતર્ગત 6,900 કરોડ રૂપિયાની સંપતિને એટેચ કરી છે.
3.શુકલાએ જણાવ્યું કે ડિસેમ્બર 2018 સુધીમાં ટેક્સ અધિકારીઓએ 2,000 બેનામી લેવડ-દેવડની ઓળખ કરી છે. તેમાં બેન્ક ખાતામાં જમા રકમ, જમીન, ફલેટ અને જ્વેલરી સામેલ છે. આવા 1,800 મામલાઓમાં પ્રોપર્ટીઓ એટેચ કરવામાં આવી ચૂકી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App