મૌદ્રિક નીતી / RBIએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો, લોન નહિ થાય મોંઘી

આરબીઆઈના આ નિર્ણયથી આમ જનતાને કોઈ લાભ થશે નહિ

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 03:50 PM
No change in RBI repo rate - RBI monetary policy committee meet December, 2018

- આરબીઆઈએ ગત બેઠકમાં પણ વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા
- રેપો રેટ તે દર છે જેની પર આરબીઆઈ બેન્કોને લોન આપે છે

નવી દિલ્હીઃ RBI(રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)એ મોનીટરી પોલીસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટને 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018-19 માટે જીડીપીનું અનુમાન 7.4 ટકા જાહેર કર્યું છે. જોકે એસએલઆરમાં 0.25 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

1 SLR (સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો)ના નામથી ઓળખવામાં આવે છે, તે અંતર્ગત બેન્કોએ ફિકસ્ડ અમાઉન્ટ આરબીઆઈની પાસે રાખવાની હોય છે. હાલના સમયમાં આ દર 19.5 ટકા છે. તેમાં કાપ મૂકવાને કારણે બેન્કોમાં કેશ વધશે. જેના કારણે બેન્કોને લોન આપવામાં સરળતા રહેશે. રેપો રેટમાં ઘટાડો ન થવાથી ઔદ્યોગિક જગતને નિરાશા હાથ લાગી છે.

2 ઔદ્યોગિક સંગઠનોને વ્યાજ દરોમાં ઘટાડો થવાની આશા હતી. આરબીઆઈના આ નિર્ણયથી આમ જનતાને કોઈ લાભ થશે નહિ. તેમના ઈએમઆઈ અગાઉ જેવા જ રહેશે. રેપો રેટ તે દર હોય છે જેની પર રિઝર્વ બેન્ક કોમર્શિયલ બેન્કોને લોન આપ છે.

X
No change in RBI repo rate - RBI monetary policy committee meet December, 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App