PNB ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીનો અલીબાગ સ્થિત બંગલો તોડી પાડવામાં આવશેઃ મહારાષ્ટ્ર સરકાર

સરકારે ગેરકાયદેસર ઉભી કરાયેલી આવી બીજી 58 પ્રાઈવેટ પ્રોપર્ટીને પણ નોટીસ આપી

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:42 PM
Nirav Modi’s illegal bungalow in Alibaug to be razed


- પ્રોપર્ટી રાજયના નિયમો અને કોસ્ટલ ઝોનના નોર્મ્સનું ઉલ્લંઘન કરતી હોવાના પગલે તોડી પાડવા આદેશ
- પંજાબ નેશનલ બેન્કના 13,000 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે

મુંબઈઃ મહારાષ્ટ્રા સરકારે ભાગેડુ જવેલર કારોબારી નીરવ મોદીના અલીબાગ બીચ સ્થિત ગેરકાયદેસર બંગલાને તોડી પાડવા આદેશ કર્યો છે. આ વાત મહારાષ્ટ્રા સરકારે મુંબઈ હાઈકોર્ટને જણાવી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેન્કના 13,000 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે.

સરકારે ગેયકાયદેસર પ્રોપર્ટીઓ સામે પગલા લીધા

- આ અંગે સરકારી વકીલ પી બી કકડે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સરકારે ગેરકાયદેસર ઉભી કરાયેલી આવી બીજી 58 પ્રાઈવેટ પ્રોપર્ટીને પણ નોટીસ આપી છે. આ પ્રોપર્ટી રાજયના નિયમો અને કોસ્ટલ ઝોનના નોર્મનું ઉલ્લંઘન કરતી હોવાના પગલે તેને તોડી પાડવા અંગેની નોટિસ આપવામાં આવી છે. અલીબાગ બીચ પર ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યા તેને દૂર કરવા અંગે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીના જવાબમાં સરકારે તે મામલે શું પગલા લીધા તે અંગેની જાણકારી સરકારે હાઈકોર્ટને આપતા આ વાત રજૂ કરી હતી.

આ મામલાની વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથધરાશે

- આ અંગે સરકારે કોર્ટમાં સોગાદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે નીરવ મોદીના ગેરકાયદેસર બંગલાને દૂર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં સરકારે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરે 58 જેટલી અન્ય પ્રોપર્ટીને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. આ સિવાય તેના માલિકોને એક જ અઠવાડિયાની અંદર તમામ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે 61 જેટલા પ્રોપર્ટી માલિકો સરકારના આદેશ સામે સ્થાનિક સિવિલ કોર્ટમાંથી સ્ટે લાવ્યા છે. કોર્ટે આ મામલે સરકારની રજૂઆતને સાંભળીને આ અરજીની વધુ સુનાવણી 20 ડિસેમ્બર પર મુલત્વી રાખી છે.

બિઝનેસમેન સહિત કેટલાક ફિલ્મ સ્ટાર્સ પણ અહીં મકાન

- મહારાષ્ટ્રાના વરસોલી, સસવાને, કોલગોન અને દોકવાડા સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં ઘણાં શ્રીમંત માણાસો મકાન ધરાવે છે. 175 જેટલા આ મકાનો મહારાષ્ટ્રા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી રૂલ્સ અને સ્ટેટના લેન્ડ લોને નેવે મૂકીને બનાવવામાં આવ્યા છે. આ મકાનો પૈકીના કેટલાક મકાનો બિઝનેસમેન અને ફિલ્મ સ્ટાર્સના પણ છે. નીરવ મોદીના આ બંગલાને ઝડપથી તોડી પાડવામાં આવશે તેમ સરકારી વકીલ કકડે જણાવ્યું હતું. વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ બંગલાને ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે જપ્ત કર્યો છે અને સરકારે તેના સ્ટ્રકચરને તોડી પાડવાની નોટીસ આપી છે.

X
Nirav Modi’s illegal bungalow in Alibaug to be razed
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App