Home » Business » Latest News » Nirav Modi cheated foreign countries by taking loans on fake bills of a diamond

નીરવ મોદીએ એક જ હીરો દુનિયામાં ફેરવ્યો, 21.38 કરોડ ડોલરના બનાવટી બિલો પર લોન લીધીઃ US રીપોર્ટ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 04:23 PM

આ રીપોર્ટમાં જણાવ્યું છે કે નીરવે 2011થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના બનાવટી બિલ્સ પર પીએનબીમાંથી લોન લીધી હતી.

  • Nirav Modi cheated foreign countries by taking loans on fake bills of a diamond
    નીરવ મોદીની રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (પીએનબી ફ્રોડ)નું મૂળ હતું.

    નવી દિલ્હીઃ નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો હતો. 3 કેરેટના એક જ હીરાને નીરવ મોદીની શંકાસ્પદ કંપનીઓને ચાર વાર મોકલવામાં આવ્યો હતો. 2011માં પાંચ વખત આવું થયું. રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (પીએનબી ફ્રોડ)નું મૂળ હતું. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં આ બહાર આવ્યું છે. બ્લુમબર્ગે આ રીપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નીરવે 2011થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના બનાવટી બિલ્સ બનાવ્યા હતા. તેના આધાર પર તે લેટર ઓફ અન્ડરટેકિંગ્સ મારફત પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેતો રહ્યો હતો.

    વેચાણમાં તેજીના નામે છેતરપીંડીથી નીરવ મોદી અને તેના સહયોગીઓએ અનેક દેશોમાંથી 4 અબજ ડોલરની લોન લીધી. તેના માટે 20 બનાવટી કંપનીઓ મારફત લેણ દેણ બતાવવામાં આવી. પછી તેને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 11 લાખ ડોલર બતાવવામાં આવી. આ બંને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે ખુદ નીરવ મોદી જ હતો. બે સપ્તાહ પછી આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 1.83 લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટની પાર્ટનરશિપની કંપની હતી, જે ફાયરસ્ટાર ડાયમન્ડની માલિકીની હતી.

    યુએઇમાં હતી નીરવની શેલ કંપની

    રીપોર્ટ અનુસાર, એક સપ્તાહની અંદર જ ન્યુયોર્ક સ્થિત ફાયરસ્ટારે ફરીથી હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશનને હીરો મોકલી લીધો. આ વખતે હીરો 11.6 લાખ ડોલરનો બતાવવામાં આવ્યો. બે સપ્તાહ પછી ન્યુયોર્કમાં આવેલી એ. જેફ. ડાયમન્ડ કંપનીએ વર્લ્ડ ડાયમન્ડ ડિસ્ટ્રીબ્યુશનને હીરો વેચી દીધો. આ વખતે 12 લાખનું બિલ બનાવવામાં આવ્યું. વર્લ્ડ ડાયમન્ડ પણ યુએઇમાં સ્થિત નીરવ મોદીની કંપની હતી. આ સિલસિલો આગળ પણ ચાલતો રહ્યો હતો.

    બીજા કુરીયરથી હીરો એક્સપોર્ટ કરવામાં આવ્યો


    અમેરિકામાં પણ મોદીની કંપનીઓ સાથે જે કુરીયર ફર્મ સાથે કોન્ટ્રાક્ટ હતો, તેના બદલે ફેડએક્સ કુરીયર નામની એક ફર્મ મારફત હીરાને એક્સપોર્ટ કરવામાં આવ્યો. તેમાં 17 લાખ ડોલરના મૂલ્યનો 17 કેરેટનો હીરો પણ હતો. જોકે, ફેડએક્સે માત્ર 1.5 લાખ ડોલરનો જ ઇન્શ્યોરન્સ કર્યો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ રીપોર્ટથી નીરવની સંપત્તિઓ પર પીએનબીનો દાવો મજબૂત થશે. અમેરિકામાં ફાયરસ્ટાર ડાયમન્ડની એસેટ્સનું વેચાણ શરૂ થશે ત્યારે પીએનબી પણ હિસ્સો માંગી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ