Divya Bhaskar

Home » Business » Latest News » વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનને મુકેશ અંબાણી ભારે પડી શકે, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય | new draft policy of Indian government can benefit Mukesh Ambani

વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનને મુકેશ અંબાણી ભારે પડી શકે, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 09:10 PM

જો મોદી સરકાર બેઠી લાગુ પાડી દેશે તો વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન જેફ બેઝોસને ભારતમાં નવો પડકાર મળી શકે છે.

  • વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનને મુકેશ અંબાણી ભારે પડી શકે, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય | new draft policy of Indian government can benefit Mukesh Ambani
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણી

    નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતા ઇ-કોમર્સ સેક્ટર પર બનેલી નવી ડ્રાફ્ટ પોલિસીને આવનારા દિવસોમાં જો મોદી સરકાર બેઠી લાગુ પાડી દેશે તો વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન જેફ બેઝોસને ભારતમાં નવો પડકાર મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે ફ્લિપકાર્ટને ખરીદનારી અમેરિકાની ધૂરંધર રીટેલ કંપની વોલમાર્ટ બેઝોસને ટક્કર આપવાની નથી. પરંતુ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બેઝોસનો સામનો ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી સાથે થશે.

    મુકેશ અંબાણીને થશે ફાયદો


    બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, ઇ-કોમર્સ સેક્ટર માટે બનાવવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસીને જો કોઇ ફેરફાર કર્યા વિના કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઓઇલથી લઇને ટેલિકોમ સેક્ટર્સમાં ધૂમ મચાવી રહેલા મુકેશ અંબાણી એમેઝોન માટે સૌથી મોટા પડકાર તરીકે ઊભરશે.

    આગળ વાંચો...વાસ્તવમાં શુ ંછે ખેલ....

  • વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનને મુકેશ અંબાણી ભારે પડી શકે, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય | new draft policy of Indian government can benefit Mukesh Ambani
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ

    શું છે વાસ્તવિક ખેલ

     

    વાસ્તવમાં ડ્રાફ્ટ પોલિસીની ભલામણો અનુસાર, ફોરેન ફન્ડેડ કંપનીઓને દેશમાં પોતાની ઇન્વેન્ટરી રાખવાની મંજૂરી નહિ હોય. સીધી ભાષામાં કહીએ તો તેમને પોતાનું વેરહાઉસ બનાવવાની મંજૂરી નહિ હોય. આ ભલામણથી એમેઝોનને ફટકો પડશે. આવી પરિસ્થિતિમાં તે પોતાની સપ્લાય ચેનને સંપૂર્ણ તાકાતથી ઓપરેટ નહિ કરી શકે. વેરહાઉસ સિસ્ટમના કારણે જ તેણે અમેરિકાના ઇ-કોમર્સ માર્કેટમાં પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો છે.

     

    હાલનું મોડલ પણ થઇ જશે બેકાર


    એટલું જ નહિ, ડ્રાફ્ટ પોલિસીમાં સેલર્સ મારફત ઇન્વેન્ટરી બનાવી રાખવા પર પણ લગામ લગાવી દીધી છે. અત્યાર સુધી એમેઝોન અને ફ્લિપકાર્ટ આ મોડલ પર ભારતમાં કોઇ માથાકૂટ વિના બિઝનેસ કરતી રહી છે. એવું મનાઇ રહ્યું છે કે તેના કારણે કંપનીઓ ગ્રાહકોને વધારે છૂટની ઓફર્સ નહિ આપી શકે.

     

    આગળ વાંચો... મુકેશ અંબાણીને કેવી રીતે થશે ફાયદો

  • વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનને મુકેશ અંબાણી ભારે પડી શકે, મોદી સરકાર લઇ શકે છે આ નિર્ણય | new draft policy of Indian government can benefit Mukesh Ambani
    મુકેશ અંબાણી

    મુકેશ અંબાણીને કેવી રીતે થશે ફાયદો


    બીજી બાજુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય કંપનીઓ તરફથી ચલાવવામાં આવનારી ઇ-કોમર્સ કંપનીઓને તેનો ફાયદો થઇ શકે છે. કારણ કે નવા નિયમો મુજબ આ કંપનીઓ પોતાની સપ્લાય ચેઇનને વધારે સારી રીતે મજબૂત કરવામાં સક્ષમ હશે. રીપોર્ટ અનુસાર, અંબાણીને અહીંની તેમની કંપની રિલાયન્સ જિયોનો સીધો ફાયદો મળશે.

     

    ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર દબાણ કરી રહી છે એમેઝોન


    કેટલાક મીડિયા રીપોર્ટસ અનુસાર, એમેઝોન આ બાબતને લઇને ટ્રમ્પ શાસન પર દબાણ પણ કરી રહી છે કે તે મોદી સરકાર સામે આ બાબતને ઊઠાવે. એમેઝોનને એવી આશા હતી કે આ નિયમોને ટાળવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending