ચૂકવણી વિવાદ / અવમાનના અરજી પર દેવાળિયા કોર્ટે અનિલ અંબાણી પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો

NCLAT seeks Anil Ambani reply on HSBC Daisy's contempt plea over non payment of dues
X
NCLAT seeks Anil Ambani reply on HSBC Daisy's contempt plea over non payment of dues

  • 230 કરોડ રૂપિયાની ચૂકવણીના મામલામાં એચએસબીસી ડેજી ઈન્વેસ્ટમેન્ટ્સે અરજી દાખલ કરી હતી
  • અનિલ અંબાણી પર જૂન 2018ના કોર્ટના આદેશની અવમાનના કરવાનો આરોપ

Divyabhaskar.com

Apr 17, 2019, 04:44 PM IST
નવી દિલ્હીઃ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલે(એનસીએલએટી) એક અવમાનાની અરજી પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પાસે 10 દિવસમાં જવાબ માંગ્યો છે. માઈનોરિટી શેરહોલ્ડર્સે અરજી દાખલ કરી હતી. તેમણે અનિલ અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓના અધિકારીઓ પર દેવું ન ચકવવાનો આરોપ લગાવ્યો છે.

20મેના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે

1.એચએસબીસી ડેજી ઈન્વેસ્ટમેન્ટ્સ(મોરિશસ) અને બીજા માઈનોરિટિ શેરહોલ્ડર્સનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ફ્રાટેલે 230 કરોડ રૂપિયાના પેમેન્ટમાં ડિફોલ્ટ કરીને અન્ડરટેકિંગનું ઉલ્લંઘન કર્યું.
2.અપીલેટ ટ્રિબ્યુનલે કહ્યું છે કે અનિલ અંબાણીનો જવાબ મળ્યા બાદ એક સપ્તાહની અંદર અપીલકર્તા પોતાની વાત રજૂ કરશે. આ મામલાની સુનાવણી 20મેના રોજ થશે.
3.સુનાવણી દરમિયાન એચએસબીસી ડેજીના વકીલે કહ્યું કે એનસીએલએટીએ 29 જૂન 2018એ અન્ડરટેકિંગના સંબધમાં આદેશ આપ્યો હતો. તેનું ઉલ્લઘન કરવું તે કોર્ટની અવમાનના છે.
4.રિલાયન્સ ઈન્ફ્રાટેલ-એચએસબીસી ડેજી અને અન્યની વચ્ચે એગ્રીમેન્ટની શરતો મુજબ અનિલ અંબાણીની કંપનીને ચૂકવણી કરવાની હતી. એનસીએલએટીએ જૂન 2018માં આદેશ આપ્યો હતો કે 6 મહીનામાં ચૂકવણી કરવામાં આવે. પરંતુ રિલાયન્સ ઈન્ફ્રાટેલે રકમ ચૂકવી નથી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી