તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mukesh Ambani Emerges Richest Indian For The 11th Time In Forbes, Kiran Mazumdar's Property Highest Increase 66%

Forbesમાં મુકેશ અંબાણી 11મી વાર સૌથી અમીર ભારતીય, કિરણ મજૂમદારની સંપત્તિમાં સૌથી વધુ 66%નો વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુકેશ અંબાણી, કિરણ મજૂમદાર (ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુકેશ અંબાણી, કિરણ મજૂમદાર (ફાઈલ ફોટો)

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં સતત 11મા વર્ષે સૌથી અમીર ભારતીય જાહેર કરવામાં આવ્યા છે. તેમની સંપત્તિ 3.45 લાખ કરોડ (47.3 અરબ ડોલર) છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 1.53 લાખ કરોડ (21 અરબ ડોલર)ની સંપત્તિ સાથે બીજા નંબરે છે. ટકાવારીના આધારે કિરણ મજૂમદાર શોની સંપત્તિમાં સૌથી વધુ 66.7% વધારો થયો છે. 

 

ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ: 10 સૌથી અમીર ભારતીય

 

નામ સંપત્તિ કંપનીનું નામ
મુકેશ અંબાણી 3.45 લાખ કરોડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
અઝીમ પ્રેમજી 1.53 લાખ કરોડ વિપ્રો
લક્ષ્મીનિવાસ મિત્તલ 1.33 લાખ કરોડ આર્સેલર મિત્તલ
હિંદુજા બ્રધર્સ 1.31 લાખ કરોડ હિંદુજા ગ્રૂપ
શપૂરજી પલોંજી મિસ્ત્રી 1.14 લાખ કરોડ ટાટા ગ્રૂપ
શિવ નડાર 01.06 લાખ કરોડ HCL
ગોદરેજ ફેમિલી 01.02 લાખ કરોડ ગોદરેજ ગ્રૂપ
દિલીવ સંઘવી 91,980 કરોડ સન ફાર્મા
કુમાર મંગલમ બિરલા 91,250 કરોડ આદિત્ય બિરલા ગ્રૂપ
ગૌતમ અદાણી 86,870 કરોડ અદાણી ગ્રૂપ

બાયોકોનના કિરણ મજૂમદાર શોની સંપત્તિ ટકાવારીના આધારે સૌથી વધુ 66.7% વધી છે. તેમની સંપત્તિ 26,280 કરોડ રૂપિયા (3.6 અરબ ડોલર) થઈ છે. 100 અમીર ભારતીયોની યાદીમાં તેમનું સ્થાન 39મા નંબરે છે. ગયા વર્ષે સંપત્તિ લગભગ 14 હજાર કરોડ રૂપિયા હતી. ફોર્બ્સની યાદીમાં તેમનો 72મો નંબર હતો.

અન્ય સમાચારો પણ છે...