સંપતિમાં વધારો / નાણાંકીય વર્ષના પ્રથમ દિવસ અંબાણીએ બનાવ્યો રેકોર્ડ, 18 હજાર કરોડ વધી સંપતિ

Mukesh ambani and ril made record on 1st april 2019

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યુ પહોંચી રેકોર્ડ સ્તર પર
  • કંપનીના શેરમાં તેજીના કારણે તેની માર્કેટ કેપ લગભગ 8.82 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી

Divyabhaskar.com

Apr 01, 2019, 05:21 PM IST

નવી દિલ્હીઃ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી માટે નાણાંકીય વર્ષ 2019-20નો પ્રથમ દિવસ શાનદાર રહ્યો. સોમવારે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે આરઆઈએલનો શેર ઈન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 1,406.50 રૂપિયાના સ્તરે પહોંચ્યો, જે તેનું ઓલ ટાઈમ હાઈ હતું. જોકે આરઆઈએલનો શેર થોડી સુસ્તી બાદ 2.10 ટકા મજબૂત થઈને 1391.55 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. અગાઉ 20 માર્ચ 2019એ કંપનીનો ઓલ ટાઈમ હાઈ 1,388 રૂપિયા હતો.

18 હજાર કરોડ રૂપિયા વધી આરઆઈએલની માર્કેટ વેલ્યુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજીના કારણે તેની માર્કેટ કેપ લગભગ 8.82 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. જે એક દિવસ પહેલા એટલે કે શુક્રવારની ક્લોઝિંગ પ્રાઈસની સરખામણીમાં લગભગ 18 કરોડ રૂપિયા વધુ છે. અગાઉ 23 ઓગસ્ટ 2018એ આરઆઈએલ ભારતની એવી પ્રથમ લિસ્ટેડ કંપની બની હતી, જેની માર્કેટ વેલ્યુ બીએસઈ પર 8 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી.

X
Mukesh ambani and ril made record on 1st april 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી