શેરબજારમાં આજે સાંજે 5.30થી 6.30 કલાકે થશે મુહુર્ત ટ્રેડિંગ

મુહુર્ત ટ્રેડિંગ દરમિયાન બીએસઈ-એનએસઈ પર ખરીદી વેચાણ કરી શકશે રોકાણકારો

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 12:04 PM
Muhurt trading will start at 5.30 pm on Diwali

મુંબઈઃ શેરબજારમાં આજે દિવાળીના દિવસે સાંજે 5.30થી 6.30 દરમિયાન મહુર્ત ટ્રેડિંગ થશે. આ એક કલાકમાં અબજો રૂપિયાનો કારોબાર થશે. દિવાળીની સાંજે જયારે લોકો તહેવારની ઉજવણી કરી છે, ત્યારે રોકાણકારો અને શેરબજારના કરોબારી એક ખાસ સમય પર બજારમાં પૈસાનું રોકાણ કરે છે. આ દરમિયાન નફા અથવા તો રોકાણ પરત ખેંચી લેવાની ચિંતા કરવામાં આવતી નથી. પરંતુ વર્ષો જૂની પરંપરાને પુરી કરવામાં આવે છે.

દરેક દિવસે હજારો કરોડો રૂપિયાનો કારોબાર કરનારાઓએ શેરબજારમાં મુહુર્ત ટ્રેડિંગની પરંપરાને જાળવી રાખી છે. દિવાળીના આ દિવસે આમ તો શેરબજાર આમ તો બંધ રહે છે. પરંતુ એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. આ દરમિયાન રોકાણકારો કેટલીક ખરીદી કરે છે.

દિવાળીની સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વખતે દિવાાળીની સાથે સંવત 2075 શરૂ થઈ રહ્યું છે. ભારતીય પરંપરા અનુસાર દેશના ઘણા ભાગમાં દિવાળીની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે. આ કારણે મુહુર્ત ટ્રેડિંગ કરવામાં આવે છે. તેના માધ્યમથી રોકાણકારો નવું ફાઈનાન્શિયલ સારું રહેવાની પ્રાર્થના કરે છે. આ દરમિયાન પ્રતિકાત્મક રોકાણ તરીકે મોેટાભાગના લોકો પહેલો ઓર્ડર ખરીદીનો કરે છે. આ કારણે બજારમાં વધારો જોવા મળે છે.

X
Muhurt trading will start at 5.30 pm on Diwali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App