રિવ્યુ / યાહુના લિસ્ટમાં મોદી સતત બીજા વર્ષે ટોપ ન્યુઝમેકર, રાહુલ ગાંધી બીજા નંબરે

Modi retains India top newsmaker tag on Yahoo 2018 Year in Review

Divyabhaskar.com

Dec 05, 2018, 01:21 PM IST

- પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનો ત્રીજો, મીટૂના આરોપમાં ફસાયેલા એમ જે અકબર છઠ્ઠા નંબર પર
- ફાઈનાન્સ ન્યુઝમેકર કેટેગરીમાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ ટોપ પર રહ્યાં
- આ વર્ષે કર્ણાટક ઈલેકશનને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું, મેલ સેલિબ્રેટીમાં સલમાન ટોપ પર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજા વર્ષે યાહુ પર સૌથી મોટા ન્યુઝમેકર રહ્યાં છે. બીજા નંબર પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી છે. ટ્રિપલ તલાક પર નિર્ણય આપનાર પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ત્રીજા નંબર પર રહ્યાં છે. મંગળવારે જાહેર થયેલા યાહુ યર ઈન રિવ્યુ લિસ્ટ 2018માં આ વાત બહાર આવ છે.

મીટૂના આરોપમાં ફસાયેલા એમ જે અકબરનો છઠ્ઠો નંબર

1 યાહુના યર ઈન રિવ્યુ લિસ્ટમાં ભાગેડું કારોબારી વિજય માલ્યાનો ચોથો નંબર છે. પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી પાંચમાં નંબર પર રહ્યાં છે. યૌન ઉત્પીડનના આરોપી પૂર્વ વિદેશ રાજય મંત્રી એમ જે એકબર લિસ્ટમાં છઠ્ઠા નંબર પર રહ્યાં છે. આ આરોપીના કારણે તેમણે મંત્રી પદ પરથી રાજીનામુ આપવું પડયું.

રણવીર દીપકા બંને કંપલ ન્યુઝમેકર

2 કપલ ન્યુઝ મેકર્સમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે જગ્યા બનાવી છે. અંડર-2 યર કેટેગરીમાં સેફ અલી ખાનના પુત્ર તૈમૂરે લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. મલયાલી ફિલ્મોની એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર પણ લિસ્ટમાં સામેલ થઈ છે. યાહુનું કહેવું છે કે ફિલ્મ આરૂ આદાર લવમાં પ્રિયાની આંખ મટકાવવાની સ્ટાઈલ ઈન્ટરનેટ પર ખૂબ જ ચર્ચામાં રહી હતી.

3 યાહુના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કર્ણાટક ઈલેકશનનો ટોપિક સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. આધારના સોફ્ટવેરની ચકાસણી સાથે જોડાયેલો વિષય સર્ચમાં બીજા નંબર પર રહ્યો હતો.

X
Modi retains India top newsmaker tag on Yahoo 2018 Year in Review
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી