Home » Business » Latest News » મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો | Modi government plans to start new bank account to give double benefits

મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 04:20 PM

તાજેતરમાં નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. તેના પર ગંભીરતાથી વિચારણા થઇ રહી છે.

  • મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો | Modi government plans to start new bank account to give double benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જન-ધન એકાઉન્ટ પછી મોદી સરકાર હવે એક નવું એકાઉન્ટ લાવવા વિચારી રહી છે જેનું નામ હશે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ

    નવી દિલ્હીઃ જન-ધન એકાઉન્ટ પછી સરકાર હવે એક નવું એકાઉન્ટ લાવવાની તૈયારીમાં છે. આ એકાઉન્ટનું નામ હશે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ પણ સામાન્ય એકાઉન્ટની જેમ બેન્કોની શાખાઓમાંથી ખોલાવી શકાશે. કોઇ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકશે. તાજેતરમાં નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. તેના પર ગંભીરતાથી વિચારણા થઇ રહી છે.

    રૂપિયા જમા કરો અને પાસબૂકમાં જમા થશે સોનુ

    ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની ખાસિયત એ હશે કે તમે બેન્કમાં જઇને રકમ જમા કરશો. પરંતુ તમારી પાસબૂકમાં આ રકમના બદલે સોનાની માત્રા જમા થશે. માનો કે તમે બેન્કમાં જઇને રૂ.15,000 જમા કરો છો અને તે વખતે સોનાની કિંમત રૂ.30,000 પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હોય તો તમારા ખાતામાં 5 ગ્રામ સોનુ ચડશે. તમારે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની કિંમત જેટલી રકમ બેન્કમાં જમા કરવાની રહેશે.

    આગળ વાંચો... ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની અન્ય સુવિધાઓ...

  • મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો | Modi government plans to start new bank account to give double benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાં જમા રકમ સામે પાસબૂકમાં તેટલી માત્રામાં સોનુ જમા થશે.

    રકમ કે સોનુ જે ઇચ્છો તે ઉપાડી શકશો


    ભલામણ અનુસાર ગ્રાહકોને જરૂરીયાતના સમયે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાંથી રકમ કે સોનુ ગમે તેનો ઉપાડ કરવાની સુવિધા મળશે. ધારો કે તમારા ખાતમાં એક કિલોગ્રામ સોનુ છે અને બજાર ભાવ પ્રમાણે તેની કિંમત તે સમયે 30 લાખ રૂપિયા છે. તો તમે ઇચ્છો તો બેન્ક ખાતામાંથી 30 લાખ રૂપિયા કે પછી એક કિલોગ્રામ સોનુ ઉપાડી શકે છો. તે મારી મરજીની વાત છે.


    આ સાથે વ્યાજ પણ મળશે


    સામાન્ય એકાઉન્ટની જેમ જ આ એકાઉન્ટમાં ગ્રાહકને વ્યાજ પણ મળશે. વ્યાજનો દર પછીથી નક્કી કરવામાં આવશે. તે તમારા ખાતામાં ઉમેરાતું જશે. વ્યાજનો દર પછીથી નક્કી કરાશે. ગોલ્ડ બોન્ડની જેમ તમારે તમારી રકમ ઉપાડવા માટે કોઇ ચોક્કસ સમય ગાળા સુધી રાહ જોવી નહિ પડે. તમે ઇચ્છો ત્યારે બેન્કની શાખામાં જઇને સોનુ કે રકમ ઉપાડી શકશો.

     

    આગળ વાંચો... ઉપાડ પર કોઇ કેપિટલ ગેઇન ટેક્સ નહિ લાગે

  • મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો | Modi government plans to start new bank account to give double benefits
    ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાંથી રકમ કે સોનુ બેમાંથી કોઇ એક ઉપાડી શકશો.

    કોઇ કેપિટલ ગેઇન ટેક્સ નહિ


    તમને મળનારા વ્યાજ કે વધારાના સોના પર કેપિટલ ગેઇન ટેક્સ નહિ લાગે. રકમ જમા કરતી વખતે તે સમયે સોનાની કિંમતના હિસાબે તમારા ખાતામાં સોનાની માત્રા જમા થશે. તેમાં જીએટી અને ઇમ્પોર્ટ ડ્યુટી જોડાશે. રકમ ઉપાડતી વખતે આ સોનાની બજાર કિંમત પ્રમાણે તમને રકમ કે સોનુ લેવાનો વિકલ્પ આપવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ