સિનેમા / મિરાજ એન્ટરટેઇનમેન્ટ ગુજરાતમાં રૂ.50 કરોડનું રોકાણ કરી 25 નવા સિનેમા સ્ક્રીન્સ શરૂ કરશે

Divyabhaskar.com

Mar 16, 2019, 04:09 PM IST
Miraj Cinema to add 25 new screen in Gujarat with an investment of Rs 50 cr
X
Miraj Cinema to add 25 new screen in Gujarat with an investment of Rs 50 cr

  • અગામી 15 મહિનામાં સમગ્ર દેશમાં 200 સ્ક્રીન્સ શરૂ કરવાનું લક્ષ્ય
  • કંપનીના હાલમાં ગુજરાતમાં 21 સિનેમા સ્ક્રીન ચાલી રહ્યા છે

અમદાવાદ: મિરાજ એન્ટરટેઇનમેન્ટ રાજયમાં 50 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 25 નવી સિનેમા સ્ક્રીન્સ શરૂ કરશે. મલ્ટીપ્લેક્સ બિઝનેસમાં જાણીતું નામ મિરાજ એન્ટરટેઈનમેન્ટ 2 વર્ષની અંદર ગુજરાતમાં પોતાની સિનેમા સ્ક્રીનને વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે. આ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને જુનાગઢમાં નવા મલ્ટીપ્લેક્સ બનાવવામાં આવશે. કંપનીની હાલ રાજયમાં 21 સિનેમા સ્ક્રીન્સ કાર્યરત છે. કંપનીનો અગામી 15 મહિનામાં સમગ્ર દેશમાં 200 સ્ક્રીન્સ સુધીના લક્ષ્યને પહોંચવાનો ટાર્ગેટ છે. હાલ કંપની 100થી વધુ સ્ક્રીન્સ ધરાવે છે.

મિરાજ સિનેમાની 5 વર્ષ પહેલા શરૂઆત થઇ હતી

1.મિરાજ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ભુવનેશ મેંદીરત્તાએ જણાવ્યું કે, મિરાજ સિનેમાની 5 વર્ષ પહેલા શરૂઆત થઇ હતી. અને હાલ તેણે 100થી પણ વધારે સ્ક્રીન શરૂ કરી છે. ભારતમાં 14 રાજ્યોમાં મિરાજ સિનેમાનું વર્ચસ્વ છે. મિરાજ સિનેમાઝ ભારતમાં 5માં નંબરની મલ્ટીપ્લેક્સ સિનેમા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 5 વર્ષમાં ગુજરાતમાં પાંચ પ્રોપર્ટી ચાલુ કરવાની ગણતરી છે. જેમાંથી બે પ્રોપર્ટી સુરતમાં સાઈન કરવામાં આવી છે. અને તેમાં કામ પણ ચાલુ છે. એક પ્રોપર્ટી અમદાવાદમાં એસ.જી.હાઈ વે પર રાખેલી છે. આ સિવાય એક પ્રોપર્ટી રાજકોટમાં રાખવામાં આવેલી છે. જયારે જામનગર અને જૂનાગઢમાં પ્રોપર્ટી રાખવા માટે વાતચીત ચાલી રહી છે.
2.મૂવી સ્ક્રીનિંગ સ્પેસમાં ઝડપથી વિકસતાં બ્રાન્ડ્‌સમાંની એક મિરાજ સિનેમાએ ૧૦૦-સ્ક્રીનના સીમાચિહ્નને પ્રાપ્ત કરેલ છે. સ્થાપના પછી કંપનીએ માત્ર પાંચ વર્ષમાં જ ટોપ પાંચ પ્લેયર્સની વચ્ચે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિરાજ હવે ૧૪ રાજ્યોમાં અને ૧૧૦ સ્ક્રીનો ચલાવતાં દેશની ૪૦ જગ્યાઓ પર ઉપસ્થિત છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી