• Home
  • Business
  • Latest News
  • માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ 3.28 લાખ શેરો વેચી રૂ.241 કરોડની કમાણી કરી | Microsoft CEO Nadela sold 30% stock holding worth 3.5 crore dolla

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ 3.28 લાખ શેરો વેચી રૂ.241 કરોડની કમાણી કરી

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે નડેલાએ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે શેરો વેચ્યા છે. તેઓ કંપનીની સફળતા માટે પ્રતિબદ્ધ છે.

DainikBhaskar | Updated - Aug 11, 2018, 03:14 PM
સત્યા નડેલાની પાસે માઇક્રોસો
સત્યા નડેલાની પાસે માઇક્રોસો

વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ શુક્રવારે પોતાના 30 ટકા શેર વેચી દીધા હતા. તેમાંથી તેમને 3.5 કરોડ ડોલર (241 કરોડ રૂપિયા)ની રકમ મળી. નડેલાએ 109.08થી 109.68 ડોલરની પ્રાઇસ રેન્જ વચ્ચે 3 લાખ 28 હજાર શેરોનો સોદો કર્યો હતો. આ વેચાણ શેરની રેકોર્ડ પ્રાઇસ નજીક થયું હતું. માઇક્રોસોફ્ટનો શેર 25 જુલાઇના રોજ 110.83 ડોલર પર બંધ થયો હતો જે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે નડેલાએ પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે શેરો વેચ્યા છે. તેઓ કંપનીની સફળતા માટે પ્રતિબદ્ધ છે અને તેમનું શેરહોલ્ડિંગ હજુ પણ નિશ્ચિત સ્તરથી ઘણું ઉપર છે.

નડેલાની પાસે હજુ 7.78 લાખ શેર્સ


એક તૃતિયાંશ શેરો વેચ્યા પછી પણ નડેલાની પાસે 7 લાખ 78 હજાર 596 સામાન્ય શેર પડ્યા છે. ગયા વર્ષે 29 સપ્ટેમ્બર સુધી તેમની પાસે 22.8 લાખ અન્ડરલાઇિંગ શેર પણ હતા. માઇક્રોસોફ્ટના સીઇઓને પોતાની બેઝિક સેલરીના 15 ગણા શેરો સ્વરૂપે રાખવાના હોય છે. 2017માં નડેલાની બેઝિક સેલેરી 14.6 લાખ ડોલર (10 કરોડ રૂપિયા) હતી. કુલ ભથ્થાં સહિત તેમને ગયા વર્ષે બે કરોડ ડોલર (138 કરોડ રૂપિયા) મળ્યા.

4 વર્ષમાં બીજીવાર શેર્સ વેચ્યા


નડેલાએ 2014માં કંપનીનું સીઇઓ પદ સંભાળ્યું હતું. તે પછી તેમણે આ બીજાવાર પોતાના શેર્સ વેચ્યા છે. 2016માં તેમણે 83 લાખ ડોલરમાં 1 લાખ 43 હજાર શેર્સ વેચ્યા હતા. તે સમયે માઇક્રોસોફ્ટનો શેર 58 લાખ ડોલર પર હતો. નડેલાની લીડરશીપમાં શેરની વેલ્યુ 4 વર્ષમાં 3 ગણી વધી છે. શેરે છેલ્લા એક વર્ષમાં 53 ટકા રીટર્ન આપ્યું છે. શુક્રવારે શેર 0.61 ટકા ઘટીને 109 ડોલર પર બંધ રહ્યો હતો.

X
સત્યા નડેલાની પાસે માઇક્રોસોસત્યા નડેલાની પાસે માઇક્રોસો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App