ડિફોલ્ટ / પ્રત્યાર્પણના ચુકાદા પહેલા માલ્યા બેચેન, કહ્યું લોનની રકમ લઈ લો પરંતુ ચોર ન કહેશો

Mallya tweets please take fund want to stop the narrative that stole money

Divyabhaskar.com

Dec 06, 2018, 11:34 AM IST

- માલ્યાએ સતત બીજા દિવસે ટ્વીટ કરીને બેન્કોને સેટલમેન્ટ કરવાની વાત જણાવી
- તેમનું કહેવું છે કે સેટલમેન્ટની ઓફર સાથે પ્રત્યાર્પણના કેસને કોઈ સંબંધ નથી
- માલ્યાના પ્રત્યાર્પણ પર યુકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી તેવી શકયતા

લંડનઃ ભાગેડું કારોબારી વિજય માલ્યા (62)એ ગુરૂવારે સતત બીજા દિવસે ટ્વિટ કરીને કહ્યું કે તે બેન્કોની લોન ચુકવવા તૈયાર છે. માલ્યાએ જણાવ્યું કે કૃપા કરીને પૈસા લઈ લો. હું એ વાતને સમાપ્ત કરવા માંગ છું કે મે પૈસા ચોરયા છે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ ભારતીય બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે.

માલ્યા 100% લોન ચુકવવા તૈયાર

1 માલ્યાએ કહ્યું કે તે વાત તેને સમજાતી નથી કે તેના સેટલમેન્ટના પ્રસ્તાવને પ્રત્યાર્પણ સાથે શાં માટે જોડવામાં આવી રહ્યો છે. લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરે આ અંગે ચુકાદો આપે તેવી શકયતા છે.

2 માલ્યાએ બુધવારે ટ્વિટ કરીને ભારતીય બેન્કો અને સરકારને આપીલ કરતા કહ્યું કે તે બેન્કોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છે. તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે. માલ્યાએ ભારતીય બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.

3 માલ્યાએ કહ્યું હતું કે નેતા અને મીડિયા તે ડિફોલ્ટર છે અને સરકારી બેન્કો પાસેથી લોન લઈને ભાગી ગયો છે તેવી વાતને ચગાવી રહ્યાં છે. આ વાત ખોટી છે. મારી સાથે શાં માટે યોગ્ય વર્તાવ થઈ રહ્યો નથી ? વર્ષ 2016માં જયારે તેણે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટની વાત કરી હતી તો શાં માટે તેનો પ્રચાર ન કરવામાં આવ્યો ?

X
Mallya tweets please take fund want to stop the narrative that stole money
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી