એવિએશન / માલ્યાએ સરકાર પર એરલાઈન્સ કંપનીઓ વચ્ચે ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો, નરેશ ગોયલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી

Mallya expresses sympathy with Naresh Goyal slams Centre
X
Mallya expresses sympathy with Naresh Goyal slams Centre

  • જેટ એરવેઝની હાલત પર કહ્યું- આટલી મોટી એરલાઈન ડૂબવાના આરે, તે દુ:ખની વાત
  • માલ્યાએ ફરી કહ્યું- બેન્કની 100% લોન પરત કરવાની તૈયારી, છતાં પણ મને અપરાધી ઠેરવવામાં આવ્યો

Divyabhaskar.com

Apr 17, 2019, 06:07 PM IST

લંડનઃ વિજય માલ્યાએ જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ સરકાર પર પ્રાઈવેટ અને સરકારી એરલાઈન કંપનીઓની વચ્ચે ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો છે. માલ્યા જેટ એરવેઝ કિંગફિશર એરલાઈનની પ્રતિસ્પર્ધી હતી. પરંતુ આટલી મોટી એરલાઈન હવે ડૂબવાના કગાર પર છે. તે જોઈને દુ:ખ થઈ રહ્યું છે.

સરકારી અને પ્રાઈવેટ એરલાઈન્સમાં ભેદભાવ કેમઃ માલ્યા

માલ્યાએ કહ્યું કે સરકારે એર ઈન્ડિયાના બેલઆઉટ માટે 35 હજાર કરોડ રૂપિયાની લોકોની રકમ વાપરી. તે સરકારી છે એટલે ભેદભાવ ન થવો જોઈએ. ભારતમાં ઘણી એરલાઈન નિષ્ફળ થઈ ચૂકી છે. આખરે આવું કેમ ?
લંડનમાં રહી રહેલા માલ્યાએ ફરીથી કહ્યું કે કિંગફિશરે સરકારી બેન્કો પાસેથી ઋણ લીધું છે. તે યોગ્ય છે. જોકે મે 100 ટકા રકમ પરત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમ છતાં મને અપરાધી ઠેરવવામાં આવી રહ્યો છે.
માલ્યાએ કહ્યું- મિડિયા કહે છે કે હું ભારત પ્રત્યાર્પણથી ડરેલો છે. હું લંડનમાં રહું કે ભારતની જેલમાં, દેવું ચુકવવા તૈયાર છું. બેન્ક મારા પ્રસ્તાવનો શાં માટે સ્વીકાર કરતી નથી.
માલ્યાએ ભારતીય બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. માર્ચ 2016માં તે લંડન ભાગી ગયો. ત્યાંની નીચલી કોર્ટ અને ગૃહ વિભાગે માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. પ્રત્યાર્પણની વિરુદ્ધ માલ્યાની પ્રથમ અપીલે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ભારતની વિશેષ કોર્ટ માલ્યાને ભાગેડું જાહેર કરી ચૂકી છે.    
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી