Home » Business » Latest News » SBI અને Jio વચ્ચે સમજૂતિ, એકબીજાના ગ્રાહકોને થશે આ ફાયદા | JIO & SBI COLLABORATE TO DEEPEN DIGITAL PARTNERSHIP

SBI અને Jio વચ્ચે સમજૂતિ, એકબીજાના ગ્રાહકોને થશે આ ફાયદા

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 09:32 PM

MyJioમાં SBI અને જિયો પેમેન્ટ બેન્કની ફાઇનાન્શિયલ સર્વિસીસ કેપેબિલિટીઝને સામેલ કરવામાં આવશે.

  • SBI અને Jio વચ્ચે સમજૂતિ, એકબીજાના ગ્રાહકોને થશે આ ફાયદા | JIO & SBI COLLABORATE TO DEEPEN DIGITAL PARTNERSHIP
    બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશકુમાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી

    નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને રિલાયન્સ જિયો (Jio)વચ્ચે થયેલી એક સમજૂતિ હેઠળ સ્ટેટ બેન્કના ગ્રાહકોને નેક્સ્ટ જનરેશન બેન્કિંગ સર્વિસ ઓફર કરવામાં આવશે. તેનો હેતુ એસબીઆઇના ડિજિટલ કસ્ટમર્સનો બેઝ વધારવાનો છે. એસબીઆઇના કસ્ટમર્સને ડિજિટલ બેન્કિંગ, કોમર્સ તેમજ ફાઇનાન્શિયલ સુપર સ્ટોર સર્વિસીસ આપનાર SBIYono, રિલાયન્સ MyJio સાથે જોડાશે અને યોનોના ડિજિટલ બેન્કિંગ ફીચર્સ તથા સોલ્યુશન્સ MyJio એપ મારફત ઇનેબલ થશે.

    ગ્રાહકોને થશે આ ફાયદા


    MyJioમાં એસબીઆઇ અને જિયો પેમેન્ટ બેન્કની ફાઇનાન્શિયલ સર્વિસીસ કેપેબિલિટીઝને સામેલ કરવામાં આવશે. રિલાયન્સ જિયો અને એસબીઆઇના ગ્રાહકોને Jio Primeથી ફાયદો થશે. Jio Prime રિલાયન્સ રીટેલ, જિયો પાર્ટનર બ્રાંડસ અને મર્ચન્ટસ વચ્ચે એક્સક્લુઝિવ ડીલ્સ ઓફર કરશે. આ સાથે SBI Rewardz (SBI)નો હાલનો લોયલ્ટી પ્રોગ્રામ તથા Jio Prime વચ્ચે ઇન્ટીગ્રેશનથી એસબીઆઇના ગ્રાહકોને એડિશનલ લોયલ્ટી રીવોર્ડ અર્નગ ઓફર કરાશે.

    એસબીઆઇના ગ્રાહકોને થશે આ ફાયદો


    અર્બન અને રૂરલ એરીયામાં જિયોના નેટવર્ક, એસબીઆઇના વીડિયો બેન્કિંગ અને અન્ય ઓન-ડિમાન્ડ સર્વિસીસ લોન્ચ કરવાની સવલત આપશે. તે ઉપરાંત એસબીઆઇ ગ્રાહકો માટે જિયો ફોન્સ સ્પેશ્યલ ઓફર્સ પર ઉપલબ્ધ બનશે.

    બંને એકબીજાના નેટવર્કનો ફાયદો લેશે

    આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું કે, અમે દુનિયાના સૌથી મોટા નેટવર્ક Jio સાથે સમજૂતિ કરીને ખૂબ ઉત્સાહિત છીએ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, દુનિયામાં એસબીઆઇના ગ્રાહકોની સંખ્યાનો કોઇ મુકાબલો નથી. જિયો પોતાના રીટેલ ઇકોસિસ્ટમ સાથે સુપીરિયર નેટવર્ક અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ