Home » Business » Latest News » 15 ઓગસ્ટથી રૂ.2,999માં મળશે Jio ફોન 2, હાલના યુઝર્સે આપવાના થશે રૂ.501 | Jio Phone 2 will be launched on 15 August 2018 for Rs.2,999

15 ઓગસ્ટથી રૂ.2,999માં મળશે Jio ફોન 2, હાલના યુઝર્સે આપવાના થશે રૂ.501

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 06:52 PM

ગ્રાહક MyJio એપ અને જિયોની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવીને બુકિંગ કરાવી શકાશે.

  • 15 ઓગસ્ટથી રૂ.2,999માં મળશે Jio ફોન 2, હાલના યુઝર્સે આપવાના થશે રૂ.501 | Jio Phone 2 will be launched on 15 August 2018 for Rs.2,999
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ રિલાયન્સના Jio ફોન 2નું વેચાણ 15 ઓગસ્ટ 2018થી શરૂ થઇ જશે. ગ્રાહક MyJio એપ અને જિયોની વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવીને બુકિંગ કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 5 જુલાઇએ 41મી વાર્ષિક મીટિંગમાં Jio ફોન 2ને લોન્ચ કર્યો હતો. નવા Jio ફોન 2ની કિંમત 2,999 નક્કી કરવામાં આવી છે.

    Jio ફોન 2ના લોન્ચિંગ સમયે રિલાયન્સે Jio ફોનના હાલના યુઝર્સ માટે ખાસ પ્રકારની સુવિધાઓની જાહેરાત કરી હતી. તે અનુસાર, જૂના Jio ફોન યુઝર્સે Jio ફોન 2 ખરીદવા માટે માત્ર રૂ.501 આપવાના છે. જિયોના હાલના યુઝર્સ માટે આ એક્સચેન્જ 21 જુલાઇથી શરૂ થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે જૂના Jio ફોનની કિંમત 1500 રૂપિયા છે અને તે 3 વર્ષ પછી ગ્રાહકોને પાછી મળશે.

    આ હશે Jio ફોન 2ના ફીચર્સ


    - ડ્યુઅલ સિમ કમ્પેટિબિલિટી
    - 2.4 ઇંચ QVGA ડિસપ્લે
    - Kai ઓપરેટિંગ સિસ્ટમ
    - 512 MB રેમ
    - 4GB ઇન્ટર્નલ સ્ટોરેજ, 128GB સુધી વધારવાની સુવિધા
    - 2000 mAH બેટરી
    - 2 મેગાપિક્સલ રીયર કેમેરા અને VGA ફ્રન્ટ ફેસિંગ કેમેરા
    - FM, બ્લૂટ્રુથ, GPS, Wi-Fi, NFC સપોર્ટ
    - ફેસબૂક, યુટ્યુબ, વ્હોટસએપ

    આગળ વાંચો... આ ફોન જૂના ફોનથી કેટલો અલગ...

  • 15 ઓગસ્ટથી રૂ.2,999માં મળશે Jio ફોન 2, હાલના યુઝર્સે આપવાના થશે રૂ.501 | Jio Phone 2 will be launched on 15 August 2018 for Rs.2,999
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    જૂના Jio ફોનથી આટલો હશે અલગ


    રિલાયન્સ Jioના હાલના ફોનમાં આમ તો બધા Jio એપ જેવા કે જિયો મ્યુઝિક, જિયો સિનેમા સહિતના બધા ફીચર્સ નવા ફોનમાં છે. તે ઉપરાંત ફેસબૂક, યુટ્યુબ, વ્હોટસએપ પણ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી આ એપ્સ માત્ર સ્માર્ટફોન્સમાં જોવા મળતા હતા. પરંતુ Jio ફોન 2ના ફીચર ફોનમાં પણ તમને આ સુવિધાઓ મળશે. રિલાયન્સ જિયોના જણાવ્યા અનુસાર, નવું મોડલ Jio ફોનનું હાઇ એન્ડ મોડલ હશે. તે ફૂલ કીપેડ ફોન હશે અને હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યુઇંગ એક્સપીરીયન્સ આપશે.

     

    આગળ વાંચો... જૂનો Jio ફોન પણ થશે અપગ્રેડ 

  • 15 ઓગસ્ટથી રૂ.2,999માં મળશે Jio ફોન 2, હાલના યુઝર્સે આપવાના થશે રૂ.501 | Jio Phone 2 will be launched on 15 August 2018 for Rs.2,999

    15 ઓગસ્ટથી જૂનો Jio ફોન પણ થશે અપગ્રેડ


    મુકેશ અંબાણીની પુત્રી અને રિલાયન્સ જિયોની ડાયરેક્ટર ઇશા અંબાણીએ જાહેરાત કરી હતી કે Jio ફોનને પણ અપગ્રેડ કરવામાં આવશે અને તેમાં પણ યુટ્યુબ, ફેસબૂક અને વ્હોટસએપની સુવિધા મળવા લાગશે. આ એપ્સ વોઇસ કમાન્ડથી કામ કરશે અને તમે બોલીને વીડિયો પ્લે કરી શકશો. આ બધા ફીચર્સ બધા Jio ફોનમાં 15 ઓગસ્ટથી મળવા લાગશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ