આર્થિક સંકટ / યાત્રી કૃપયા ધ્યાન દેં... જેટ એરવેઝની તમામ ફ્લાઇટ રદ! પૈસા ન મળતાં લીધો નિર્ણય: રિપોર્ટ

Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday
X
Jet crisis: Banks meet no word on funding yet board to meet Tuesday

  • જેટ એરવેઝના સીઈઓએ એસબીઆઈને પત્ર લખીને તાત્કાલિક 400 કરોડ રૂપિયા માંગ્યા હતા
  • પૈસા ન મળવા પર બોર્ડે તમામ ફલાઈટ્સ બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો 

Divyabhaskar.com

Apr 18, 2019, 03:41 AM IST

મુંબઈ: ચાર મહિના સુધી આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યા પછી જેટ એરવેઝની તમામ ફ્લાઈટ બુધવારે રાત્રે બંધ થઈ ગઈ. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે તમામ ફ્લાઈટ હંગામી ધોરણે બંધ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ ફ્લાઈટ ફરી શરૂ થશે, પરંતુ તે લિલામી પર નિર્ભર કરે છે. લિલામીમાં ભાગ લેનારી કંપનીઓએ 10મી મે સુધી બોલી જમા કરાવવાની છે. ત્યાર પછી નક્કી કરાશે કે કોણે વધુ બોલી લગાવી. બોલી જીતનારી કંપનીના રોકાણ પછી ફ્લાઈટો ફરી શરૂ થઈ જવાની શક્યતા છે. 

બેન્કો ટસની મસ ના થઈ
જેટ એરવેઝે કહ્યું હતું કે, બેન્કોએ રૂ. 400 કરોડનું ઈમર્જન્સી ફંડ આપવાનો ઈનકાર કરી દીધો. ત્યાર પછી અમે ફ્લાઈટો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મંગળવારે જેટ બોર્ડના સીઈઓ વિનય દુબેને ઓપરેશન બંધ રવાનો નિર્ણય લેવાનો હક અપાયો હતો. છેલ્લી આશાના રૂપમાં દુબેએ એસબીઆઈનું નેતૃત્વ ધરાવતી બેન્કોને રૂ. 400 કરોડ આપવાની અપીલ કરી હતી પરંતુ બેન્કો ટસની મસ ના થઈ.

છેલ્લા દિવસે જેટ એરવેઝ પાસે ફક્ત પાંચ વિમાન હતાં
સરકારે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એટલે આખરી નિર્ણય બેન્કોના હાથમાં હતો. છેલ્લા દિવસે જેટ એરવેઝ પાસે ફક્ત પાંચ વિમાન હતાં. ડિસેમ્બર 2018માં તેની પાસે 124 વિમાન હતાં.  નોંધનીય છે કે, એનડીએ સરકારના કાર્યકાળમાં બંધ થનારી આ સાતમી એરલાઈન્સ છે. આ પહેલાં એર પિગેસસ, એર કોસ્ટા, એર કાર્નિવાલ, એર ડેક્કન, એર ઓડિશા અને ઝૂમ એર બંધ થઈ ચૂકી છે.   
મુશ્કેલી: નવી લોન પણ ડૂબવાના ડરથી બેન્કોએ ફંડ ના આપ્યું 
બેન્કોએ 25 માર્ચે જેટ એરવેઝને રૂ. 1,500 કરોડ આપવાનું કહ્યું હતું પરંતુ અત્યાર સુધી ફક્ત રૂ. 300 કરોડ આપ્યા હતા. એ પણ નાના નાના હિસ્સામાં. એટલે તેનો એરલાઈન્સને કોઈ ફાયદો ના થયો. જેટ પર પહેલેથી જ રૂ. 15,500 કરોડનું દેવું છે. બેન્કોને ડર છે કે નવી લોન આપ્યા પછી પણ એરલાઈન્સની સ્થિતિ નહીં સુધરે તો એ પણ ડૂબી જશે એટલે બેન્કો ઈચ્છે છે કે, પહેલાં કોઈ ખરીદાર મળે, ત્યાર પછી નવી લોન આપીશું. 
હવે શું: લિલામી જીતનારી કંપનીના પૈસા લાગ્યા પછી જ ઉડાન શક્ય 
હવે બધું જ લિલામી પર નિર્ભર કરે છે. બેન્કોએ જેટના 75% શેરો માટે બોલી મંગાવી છે. શરૂઆતની બોલીમાં ચાર કંપનીએ ભાગ લીધો હતો. તેમણે 10 મે સુધી અંતિમ બોલી લગાવવાની છે. એ વખતે કંપનીઓ કહેશે કે જેટ માટે તેઓ કેટલા પૈસા આપવા તૈયાર છે. લિલામીમાં જે કંપની જીતશે તેના પૈસા લગાવ્યા પછી જ ફરી ઉડાનો શરૂ થવાની શક્યતા છે. 
જેટનું નિવેદન: મદદ વિના ફ્યૂઅલના પૈસા પણ નથી ચૂકવી શકતા 
એસબીઆઈએ મંગળવારે રાત્રે કહ્યું હતું કે, બેન્ક ઈમર્જન્સી ફંડ નહીં આપી શકે. તેના વિના એરલાઈન્સ ફ્યૂઅલ અને બીજી જરૂરી સર્વિસીસના પૈસા ચૂકવવા અસમર્થ છે એટલે જેટ તમામ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરવા મજબૂર છે. તમામ વિકલ્પો પર વિચાર કર્યા પછી આ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક મહિનામાં વચગાળાના અને લાંબા ગાળાના ભંડોળ માટે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ તેનાથી ઉકેલ ના આવ્યો. જેટ હવે લિલામી પ્રક્રિયા પૂરી થવાની રાહ જોઈ રહી છે. આશા છે કે, એરલાઈન્સ ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરી શકશે. 

જેટની મુશ્કેલીઓ: એર સહારાને ખરીદવાથી શરૂ થયું હતું સંકટ  

  • જેટનું સંકટ 2006માં એર સહારા ખરીદયા પછી શરૂ થયું હતું. એ માટે કંપનીએ રૂ. બે હજાર કરોડ રોકડ ખર્ચ કર્યો હતો. આ સોદો ખૂબ મોંઘો થયો હોવાનું મનાય છે. 
  • જેટ કોર્પોરેટ ગ્રાહકો પર વધુ ધ્યાન આપ્યું હતું, જ્યારે ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને ગો એરે સામાન્ય ગ્રાહકોને સસ્તી ફ્લાઈટ ઉપલબ્ધ કરાવી. 
  • જેટ કમાણીથી વધુ ખર્ચ કર્યો. પ્રમોટર નરેશ ગોયલે સિંગલ મેનેજમેન્ટ ટીમ પર વિશ્વાસ કર્યો. તેમના નેતૃત્વમાં ટીમ તમામ કામ પોતે જ જોતી હતી. 
  • ગયા વર્ષે ફ્યૂઅલ મોંઘુ અને રૂપિયો સસ્તો થવાના કારણે પણ અનેક એરલાઈન્સને નુકસાન થયું. ઈન્ડિગો અને સ્પાઈસ જેટે તે સહન કરી લીધું પરંતુ પહેલેથી દેવામાં ડૂબેલી જેટની મુશ્કેલીઓ વધી ગઈ. 
  • કંપનીના માથે રૂ. 8,500 કરોડનું દેવું છે. 26 વર્ષ જૂની આ એરલાઈન્સ છેલ્લાં દસ વર્ષમાં આઠ વર્ષ નુકસાનમાં રહી છે. એક જ વર્ષમાં તેની માર્કેટ વેલ્યૂ 62% ઓછી થઈ.

નારાજ પાયલટ્સે ચેતવણી આપી હતી

મંગળવારે જેટની માત્ર 5 ફલાઈટ્સે જ ઉડાણ ભરી હતી. મંગળવારે સવારે જેટના બોર્ડેની ત્રણ કલાક સુધી બેઠક થઈ હતી. બેન્કો પાસેથી મદદ ન મળવાને કારણે મેનેજમેન્ટે બોર્ડ સમક્ષ થોડા દિવસ માટે ઓપરેશન સંપૂર્ણ બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ત્રણ મહિનાની સેલેરી ન મળવાથી નારાજ પાયલટ્સે ફરી ચેતવણી આપી છે. તેમના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ વલિયાનીએ કહ્યું કે એસબીઆઈ પૈસા આપવા બાબતે ગંભીર નથી. સંગઠન દવાળિયા કાયદા અંતર્ગત એનસીએલટીમાં અપીલ કરી શકે છે. મામલો એનસીએલટીમાં ગયો તો બેન્કને લોન પરત લેવામાં મહીનાઓ લાગી શકે છે. એક સૂત્રએ કહ્યું કે જેટનું સંકટ વધ્યા બાદ 400 પાયલટ્સ નોકરી છોડી ચૂક્યા છે. હવે જેટની પાસે 1,300 પાયલટ રહ્યાં છે.   
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી