જેટ એરવેઝ / બે મહિનાથી સેલેરી ન મળતાં એકસાથે બીમાર પડ્યાં પાઈલટ, 14 ફ્લાઈટ્સ રદ્દ

જેટ એરવેઝ સમસ્યા હલ કરવા માટે પાઈલટ અને ટીમ સાથે સતત વાતચીત કરી રહી છે

Divyabhaskar.com | Updated - Dec 03, 2018, 12:26 PM
Jet cancels 14 flights as pilots report sick over non payment of salaries

- સ્ટાફને સપ્ટેમ્બરની સેલેરી તો આપવામાં આવી પરંતુ ઓક્ટોબર-નવેમ્બરની સેલેરી હાલ પણ આપવાની બાકી છે
- ઓગસ્ટથી પાઈલટો-એન્જિનિયરોનો મેનેજમેન્ટ સાથે બાકી સેલેરીને લઈને વિવાદ ચાલી રહ્યો છે

મુંબઈઃ જેટ એરવેઝે રવિવારે અલગ-અલગ જગ્યાઓની 14 જેટલી ફલાઈટ્સ રદ કરી છે. સૂત્રોનું કહેવું છે કે પાઈલટે બાકી સેલેરી ન મળવાને કારણે તબિયત ખરાબ થઈ હોવોની વાત કહી હતી. નુકશાનમાં ચાલી રહેલી જેટ એરવેઝમાં કામ કરી રહેલા પાઈલટો અને એન્જિનિયરોનો મેનેજમેન્ટ સાથે ઓગસ્ટથી સેલેરી બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ તમામ વિવાદો વચ્ચે એરલાઈન્સે કહ્યું છે કે હાલ પાઈલટ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

- એરલાઈન્સે કર્મચારીઓને સપ્ટેમ્બરની સેલેરી તો ચૂકવી દીધી છે. પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરની સેલેરી ચૂકવવાની બાકી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે પાઈલટોની બિમારીના કારણે 14 ફલાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તેઓ સેલેરી, બાકી ચૂકવવાની નીકળતી સેલેરી અને નેશનલ એવિએટર ગિલ્ડ(એએજી)ના વર્તનને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. એનએજી જેટ એરવેઝના ઘરેલું પાટલોટની સંસ્થા છે. તે એક હજાર પાઈલટોનું પ્રતિનિધિત્વ કરે છે.

પાઈલટ અસહયોગ કરી રહ્યાં છે

- જેટ એરવેઝે નિવેદનમાં કહ્યું છે કે પાઈલટના અસહયોગના કારણે ફલાઈટ્સ બંધ કરવામાં આવી છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે પાઈલટોએ એરલાઈનના ચેરમેન નરેશ ગોયલને લેખિતમાં કહ્યું છે કે તેઓ આ પરિસ્થિતિઓમાં કામ કરી શકશે નહિ.

પેસેન્જરોને આપવામાં આવી માહિતી

એરવેઝે મુસાફરોને એસએમએસ દ્વારા ફલાઈટ્સ કેન્સલ થવા અંગેની માહિતી આપી છે. મુસાફરોની રદ થયેલી યાત્રાને એડજસ્ટ કરવામાં આવશે અથવા તો વળતર આપવામાં આવશે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે સમસ્યા હલ કરવા માટે પાઈલટ અને ટીમ સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. સેલેરીના મુદ્દાને ઝડપથી હલ કરવામાં આવશે.

X
Jet cancels 14 flights as pilots report sick over non payment of salaries
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App