આર્થિક સંકટ / જેટ એરવેઝે 4 વિમાન ગ્રાઉન્ડ કર્યા, લીઝની રકમની ચૂકવણી ન કરી શકી

Jet airways financial issues grounded 4 planes for non payment of lease rentals
X
Jet airways financial issues grounded 4 planes for non payment of lease rentals

  • જેટ એરવેઝે ગુરૂવારે બીએસઈના ફાઈલિંગમાં આ માહિતી આપી છે
  • કેશ ક્રાઈસિસનો સામનો કરી રહેલી એરલાઈન પર 10900 કરોડ રૂપિયાનું દેવું છે

Divyabhaskar.com

Feb 08, 2019, 06:30 PM IST
નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના 4 વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે. એટલે કે તેનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. જેટે આ વિમાનને ભાડેથી લીધા હતા. લીઝની રકમની ચૂકવણી કરવામાં આવી ન હોવાને કારણે આ વિમાનોને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા. એરલાઈને ગુરૂવારે આ માહિતી આપી હતી.

મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવે

એરલાઈનનું કહેવું છે કે જે ફર્મસમાંથી એરક્રાફટ લીઝ પર લેવામાં આવ્યા છે, તેને સમયે-સમયે એ જાણકારી અપાઈ રહી છે કે કેશ ક્રાઈસિસને પહોંચી વળવા જેટ એરવેઝ કઈ કોશિશ કરી રહી છે.
જેટ એરવેઝનું કહેવું છે કે તે શકય તેટલી તમામ કોશિશો કરી રહી છે કે જેથી પેસેન્જર્સને ઓછામાં ઓછી અસુવિધા સર્જાય. ફલાઈટ રદ થવાને કારણે પેસેન્જર્સને અસર થઈ રહી છે. તેમને યોગ્ય માહિતી અપાઈ રહી છે અને તેમને બીજી ફલાઈટ અપાઈ રહી છે.
જેટ એરવેઝે જણાવ્યું કે ગત મહિને એન્જિનના મેન્ટેનન્સ માટે જે 3 એરક્રાફટ ગાઉન્ડ કરવામાં આવ્યા હતા. તેનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જેટ એરવેઝની પાસે હાલ 124 ફલાઈટ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી