Home » Business » Latest News » એમેઝોનના બેઝોસની સંપત્તિ રૂ.10 લાખ કરોડ થઇ, મોર્ડન હિસ્ટ્રીમાં સૌથી ધનિક | Jeff Bezos becomes richest person in modern history with $150 billion net worth

અમેઝોનના બેઝોસની સંપત્તિ રૂ.10 લાખ કરોડ થઇ, મોર્ડન હિસ્ટ્રીમાં સૌથી ધનિક

Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 08:12 PM

અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ વધીને 10 લાખ કરોડ રૂપિયા (150 અબજ ડોલર) થઇ ગઇ છે.

 • એમેઝોનના બેઝોસની સંપત્તિ રૂ.10 લાખ કરોડ થઇ, મોર્ડન હિસ્ટ્રીમાં સૌથી ધનિક | Jeff Bezos becomes richest person in modern history with $150 billion net worth
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ન્યુયોર્કઃ અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ વધીને 10 લાખ કરોડ રૂપિયા (150 અબજ ડોલર) થઇ ગઇ છે. આ સાથે તેઓ આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. અમેઝોનનો શેર સોમવારે 0.5 ટકા વધીને 1,822.49 ડોલર પર બંધ રહ્યો હતો. કારોબારી સેશન દરમિયાન શેર 1,841.95 ડોલરના રેકોર્ડ સ્તર સુધી વધ્યો હતો. કંપનીના સૌથી મોટા શેરધારક હોવાથી બેઝોસને આ તેજીથી મોટો ફાયદો થયો અને તેમની નેટવર્થ વધી ગઇ. તેમની પાસે અમેઝોનના 16 ટકાથી વધારે શેર છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બીજા સૌથી ધનિક બિઝનેસમેન છે. ગેટ્સની સંપત્તિ 6.51 લાખ કરોડ રૂપિયા (95.3 અબજ ડોલર) છે.

  વિશ્વના ટોચના 5 ધનિકો
  નામ નેટવર્થ (રૂપિયા)
  જેફ બેઝોસ, અમેઝોનના સીઇઓ 10 લાખ કરોડ
  બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર 6.51 લાખ કરોડ
  વોરેન બફેટ, બર્કશાયર હેથવેના ચેરમેન 5.67 લાખ કરોડ
  માર્ક ઝકરબર્ગ, ફેસબૂકના સીઇઓ 5.11 લાખ કરોડ
  એમેન્સિઓ ઓર્ટેગા, ઇન્ડિટેક્સના ફાઉન્ડર 2.95 લાખ કરોડ

  બેઝોસ મોર્ડન હિસ્ટ્રીના સૌથી ધનિક કેમ?


  બ્લુમબર્ગની એક રીપોર્ટ અનુસાર, ફોર્બ્સે 1982માં વિશ્વના ધનિકોનું રેન્કિંગ શરૂ કર્યું હતું. 1999માં બિલ ગેટ્સ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ધનિક હતા. ડોલરના હાલના સ્તરના હિસાબે તે 149 અબજ ડોલર થાય છે. જ્યારે બેઝોસની સંપત્તિ 150 અબજ ડોલર છે. આ રીતે બેઝોસ 36 વર્ષ (1982-2018)માં એટલે કે આધુનિક ઇતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

  ટ્રિલિયન ડોલર વેલ્યુ તરફ આગળ વધી રહી છે અમેઝોન


  કંપનીનો શેર આ વર્ષે આશરે 60 ટકા વધી ગયો છે અને માર્કેટ કેપ 890 અબજ ડોલર છે. માર્કેટ વેલ્યુએશનમાં એપલ 935 અબજ ડોલર સાથે પ્રથમ નંબરે છે. એક ટ્રિલિયન ડોલરની કંપની બનવાની રેસમાં એપલ હાલમાં સૌથી આગળ છે. પરંતુ અમેઝોન તેજીથી આગળ વધી રહી છે. કંપની આ મુકામે પહોંચી જશે તો જેફ બેઝોસની નેટવર્થ 175 અબજ ડોલર થવાની ધારણા છે. અમેઝોન 26 જુલાઇના રોજ તેનું પરિણામ જાહેર કરશે. એનાલિસ્ટસના જણાવ્યા અનુસાર તેના વેચાણમાં 40 ટકાથી વધારે વધારો થઇ શકે છે.

  બિલ ગેટ્સે આપ્યું છે 55 અબજ ડોલરની સંપત્તિનું દાન


  ગેટ્સ 1996થી અત્યાર સુધી માઇક્રોસોફ્ટના 70 કરોડ શેર અને 20,000 કરોડ રૂપિયા (2.9 અબજ ડોલર) રોકડ દાનમાં આપી ચૂક્યા છે. દાનનો મોટો હિસ્સો બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. ચેરિટીમાં આપેલી સંપત્તિને જોડી દેવાય તો બિલ ગેટ્સની હાલની નેટવર્થ બેઝોસની 150 અબજ ડોલરથી પણ વધી જાય.

  વાંચો.....સૌથી અમીર તરીકે મુસાની બરાબરી ન કરી શકે કોઇ

 • એમેઝોનના બેઝોસની સંપત્તિ રૂ.10 લાખ કરોડ થઇ, મોર્ડન હિસ્ટ્રીમાં સૌથી ધનિક | Jeff Bezos becomes richest person in modern history with $150 billion net worth
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇતિહાસના સૌથી ધનિક વ્યક્તિથી કેટલા અમીર છે બેઝોસ? 

   

  હવે સવાલ ઊઠે છે કે આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બેઝોસ શું ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિથી પણ વધારે ધનિક છે. અગાઉ ટાઇમ મેગેઝિને 2009માં ઇતિહાસના 10 સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં માલીના શાસક રહેલા મૂસાને ઇતિહાસની સૌથી ધનિક વ્યકિત તરીકે ગણવામાં આવી હતી. ટાઇમ મેગેઝિને શિક્ષણવિદો, અર્થશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સાથે વાત કરી તે પછી આ લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં બાદશાહ અકબરને પણ સ્થાન મળ્યું હતું. જ્યારે બિલ ગેટ્સ નવમા ક્રમે હતા.

   

  કેટલા અમીર હતા ઇતિહાસના સૌથી અમીર મુસા


  મુસા પશ્ચિમ આફ્રિકાના દેશ માલીના રહેનારા રાજવી હતા. તેના સામ્રાજ્યને ટિમ્બકટૂ નામે ઓળખવામાં આવતું હતું. ફેરમ કોલેજના ઇતિહાસના પ્રોફેસર રીચર્ડ સ્મિથના જણાવ્યા અનુસાર, મુસા દુનિયાના સૌથી મોટા ગોલ્ડ પ્રોડ્યુસર (સોનાના ઉત્પાદક) હતા. હાલના સમયમાં સોનુ વિશ્વનું સૌથી મૂલ્યવાન પદાર્થો પૈકીનું એક છે. મુસા અંગે મક્કામાં અનેક વાતો પ્રચલિત છે. તે પોતાની સાથે ડઝનો ઊંટો પર સોનુ લાદીને ચાલતો હતો. મુસા પાસે આશરે 2 લાખની સેના હતી. તેમાં 40,000 નિશાનબાજો હતા. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, આ સમયમાં આટલી મોટી સેના રાખવાથી ખ્યાલ આવે છે કે મુસા અત્યાર સુધીનો સૌથી અમીર માણસ છે.

   

  આગળ વાંચો... મુસા પાસે વિશ્વનું સૌથી વધુ સોનુ?

 • એમેઝોનના બેઝોસની સંપત્તિ રૂ.10 લાખ કરોડ થઇ, મોર્ડન હિસ્ટ્રીમાં સૌથી ધનિક | Jeff Bezos becomes richest person in modern history with $150 billion net worth

  મુસા પાસે વિશ્વનું સૌથી વધુ સોનુ?

   

  આગળ જણાવ્યું કે મુસા પાસે વિશ્વમાં સૌથી વધારે સોનુ હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, હાલના સમયમાં દુનિયામાં જે સોનુ છે તેની કુલ વેલ્યુ આશરે 7.5 લાખ કરોડ ડોલર છે. તેથી એવું માની શકાય કે ઇતિહાસના કોઇ સમયમાં આ બધુ સોનુ મુસા પાસે રહ્યું હશે. એટલે કે એક રીતે તેની સંપત્તિને 7.5 લાખ કરોડ ડોલરની ગણી શકાય. જ્યારે બેઝોસ પાસે માત્ર 150 અબજ ડોલર અથવા 15,000 કરોડ ડોલરની સંપત્તિ છે. આ હિસાબે જોઇએ તો મુસા માત્ર સોનાના સંદર્ભમાં જ બેઝોસ કરતા 50 ગણો અમીર હતો. જોકે, તેમાં તેના સામ્રાજ્યની જીડીપી અને વેલ્યુનો સમાવેશ થતો નથી.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ