નોટબંધીના 2 વર્ષ: અર્થવ્યવસ્થા મજબૂત થઈ- જેટલી: મનમોહન બોલ્યા- ખોટા નિર્ણયે સમાજને હલાવી નાખ્યો

જેટલી કહ્યું કે નાણાંકીય વર્ષ 2018-19માં ગત વર્ષની સરખામણીમાં 20.2 ટકા વધુ ટેકસ જમા થયો છે

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 02:01 PM
Jaitley says demonetization is a key decision to formalise economy updates

નવી દિલ્હીઃ નોટબંધીના 2 વર્ષ પુરા થવા પર નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે આ પગલું અર્થવ્યવ સ્થાને ટ્રેક પર લાવવા સરકારે ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે. નોટબંધીનો હેતું કરન્સી જપ્ત કરવાનો ન હતો, પરંતુ ટેકસ વસુલ કરવાનો હતો. નોટબંધી બાદ ટેકસની ચોરી કરવી મુશ્કેલ બાબત થઈ ગઈ છે. આ અંગે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો. તેના કારણે ભારતીય ઈકોનોમિ અને સમાજ હલી ગયો છે. મનમોહને જણાવ્યું હતું કે નોટબંધીની અસર દેશના દરેક વ્યક્તિ પર પડી છે. તે પછી પણ કોઈ પણ ઉંમર, જાતિ કે વ્યવસાય કરતો હોય.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે સમય સૈથી મોટી દવા છે. પરંતુ કમનસીબી એ વાતની છે કે સમય પસાર થઈ ગયા બાદ પણ નોટબંધીના ઘા અને નિશાન વધુ દેખાઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટને બંધ કરવા અંગેની જાહેરાત કરી હતી.

સરકારના નિશાન પર હતું કાળુધન

જેટલીએ કહ્યું કે સરકારના નિશાનમાં દેશની બહાર મુકવામાં આવેલું કાળુધન હતું. સંપતિધારકોને કહેવામાં આવ્યું હતું કે તે ટેકસની ચૂકવણી કરીને આ પૈસાને દેશમાં લઈ આવે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ રહ્યાં છે, તેઓની સામે હાલ બ્લેક મની એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશની બહારના તમામ ખાતાઓ અને સંપતિઓની જાણકારી સરકારની પાસે છે.

જેટલીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે નોટબંધીએ લોકોને બેન્કોમાં પૈસા જમા કરાવવા માટે મજબૂર કર્યા હતા. તેના પરિણામસ્વરૂપે 17.42 લાખ સંદિગ્ધ ખાતાધારકોની ઓળખ કરવામાં આવી. બેન્કોમાં મોટી સંખ્યામાં પૈસા જમા થવાને કારણે તેમની લોન આપવાની ક્ષમતામાં વધારો થયો છે. આ પૈસાને રોકાણના હિસાબથી મ્યુચ્યુઅલ ફન્ડમાં નાખવામાં આવ્યા હતા.

વધુ ટેકસ જમા થયો

જેટલીએ કહ્યું કે નાણાંકીય વર્ષ 2018-19માં ગત વર્ષની સરખામણીમાં 20.2 ટકા વધુ વ્યક્તિગત ટેકસ જમા થયો. કોરપોરેટ ટેકસનું કલેકશન પણ 19.5 ટકા વધુ રહ્યું છે. જયારે 2014માં ડાયરેક્ટ ટેકસ કલેક્શન 6.6 ટકા અને 2015માં 9 ટકા રહ્યું.

નોટબંધી અર્થવ્યવસ્થા પર ઉંડો ઘાઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીન સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદીના નાણાંકીય ગોટાળાઓની યાદી લાંબી છે. નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ ગંભીર ઘા પહોંચાડયો છે. આ નિર્ણયના બે વર્ષ પછી પણ આ એક રહસ્ય જ છે. દેશને આવી મુશ્કેલીમાં શાં માટે ધકેલી દેવામાં આવ્યો ?

X
Jaitley says demonetization is a key decision to formalise economy updates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App