Tax / ઈન્કમ ટેકસ રિટર્ન ભરનારાઓની સંખ્યા 50% વધી, નોટબંધીથી ફાયદો થયોઃ સીબીડીટી ચેરમેન

ITR Filing rise 50% in assessment year 2018 19 said CBDT chairman

Divyabhaskar.com

Dec 04, 2018, 05:04 PM IST

- સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે આ વર્ષે 6.08 લાખ રિટર્ન ફાઈલ થયા
- કોર્પોરેટ ટેક્સપેયર્સની સંખ્યા 7 લાખમાંથી વધીને 8 લાખ થઈ
- 4 કલાકમાં ઈ-પાન ઈસ્યુ કરવાની સુવિધા ઝડપથી શરૂ કરાશે


નવી દિલ્હીઃ ઈન્કમ ટેકસ રિટર્ન દાખલ કરનારાઓની સંખ્યામાં આ વર્ષે 50 ટકા વધારો થયો છે. CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસ)ના ચેરમેન સુશીલ ચંદ્રાએ મંગળવારે આ માહિતી આપી છે. ચંદ્રાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 6 લાખ 8 હજાર રિટર્ન ભરવામાં આવ્યા છે. ચંદ્રાએ આ બાબતને નોટબંધીની અસર ગણાવી છે.

રિટર્ન ન ભરનાર અથવા ભૂલ કરનાર 2 કરોડ લોકોને નોટિસ

- ચંદ્રાએ કહ્યું કે ઈન્કમ ટેકસ વિભાગ ચાલુ નાણાંકીય વર્ષમાં 11.5 લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કર સંગ્રહના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે. ગ્રોસ ડાયરેક્ટ ગ્રોથ રેટ 16.5 ટકા અને નેટ ડાયરેક્ટ ટેક્સ ગ્રોથ રેટ 14.5 ટકા છે. તેનાથી ખ્યાલ આવે છે કે નોટબંધીથી ટેક્સ બેઝ વધારવામાં મદદ મળી છે.

- ચંદ્રાએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સપેયર્સની સંખ્યા આ વર્ષે 8 લાખ થઈ ગઈ છે. ગત વર્ષે તે 7 લાખ હતી. સીબીડીટીએ 2 કરોડ એવા લોકોને એસએમએસથી સૂચના આપી છે જેમણે કા તો રિટર્ન ભર્યું નથી અથવા તો તેમણે જે માહિતી રિટર્નમાં ભરી છે તે તેમની આવક સાથે મેચ થતી નથી.

વિશ્વના 70 દેશો ભારત સાથે માહિતી શેર કરી રહ્યાં છે: ચંદ્રા

- સીબીડીટીના ચેરમેને કહ્યું કે વિશ્વના 70 દેશો ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન અંતર્ગત ભારત સાથે માહિતી શેર કરી રહ્યાં છે. ચંદ્રાએ વધુમાં જણાવ્યું કે બોર્ડ ઝડપથી ઈ-પાનની સુવિધા શરૂ કરશે. તેના કારણે લોકોને માત્ર 4 કલાકમાં જ સ્થાયી ખાતા સંખ્યા (પાન) ઈસ્યુ થઈ જશે.

X
ITR Filing rise 50% in assessment year 2018 19 said CBDT chairman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી