ઈન્કમટેક્સ / ફોર્મ-16માં ફેરફાર થયો, સેલેરી સિવાય ભથ્થા અને અન્ય સ્ત્રોતોની આવક પણ દર્શાવવાની રહેશે

IT dept revises format of TDS certificate form 16 issued by employers
X
IT dept revises format of TDS certificate form 16 issued by employers

  • કર્મચારીઓ ફોર્મ-16ના આધાર પર આઈટી રિટર્ન ભરે છે
  • અત્યાર સુધી તેમાં સેલેરી અને રોકાણ સાથે જોડાયેલી જ માહિતી અપાતી હતી 

Divyabhaskar.com

Apr 17, 2019, 04:46 PM IST

નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે ફોર્મ-16ના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. આ ફોર્મ ઈસ્યુ કરનાર એમ્પલોયરે હવે તેમાં કર્મચારી વિશે વધુ માહિતી આપવી પડશે. કર્મચારીની પ્રોપર્ટીથી થયેલી કમાણી, તેને બીજા એમ્પલોયર તરફથી મળેલા પેમેન્ટની ડિટેલ પણ હવે ફોર્મ-16માં આપવામાં આવશે. તેનાથી ઈન્કમ ટેક્સ વિભાગને ટેક્સ ચોરીની તપાસમાં મદદ મળશે.

કયાં કેટલો કાપ થયો, તે પણ જણાવવાનું રહેશે

નવા ફોર્મ-16માં અલગ-અલગ ટેક્સ સેવિંગ્સ સ્કીમ અંતર્ગત કરવામાં આવેલા રોકાણ, તેની સાથે જોડાયેલા કપાત, કર્મચારીને મળેલા અલગ-અલગ ભથ્થાઓ અને બીજા સ્ત્રોતથી થયેલી આવકની માહિતી સામેલ હશે.
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંશોધિત ફોર્મ-16 આ વર્ષે 12મેથી લાગુ પડશે. એટલે કે નાણાંકીય વર્ષ 2018-19નું રિટર્ન સંશોધિત ફોર્મના આધાર પર પણ ભરવાનું રહેશે.
એમ્પલોયર તેના કર્મચારીઓ માટે નાણાંકીય વર્ષ ખત્મ થયા બાદ ફોર્મ-16 બહાર પાડે છે. તેમાં કર્મચારીઓના ટીડીએસની માહિતી હોય છે. ફોર્મ-16ના આધાર પર જ કર્મચારીઓ તેમનું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એમ્પલોયર સામાન્ય રીતે જૂનમાં ફોર્મ-16 બહાર પાડે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી