Tax / AJLની આવક સામે IT ડિપાર્ટમેન્ટે રાહુલ અને સોનિયા ગાંધીને 100 કરોડ રૂપિયાની ટેકસ નોટિસ ફટકારી

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 01:41 PM
IT department slaps Rs 100 crore tax notice on Rahul, Sonia Gandhi
X
IT department slaps Rs 100 crore tax notice on Rahul, Sonia Gandhi

  • વર્ષ 2011 અને 2012માં બંને કોંગ્રેસ નેતાએ અનુક્રમે 155.41 કરોડ રૂપિયા અને 154.96 કરોડ રૂપિયાની આવક છુપાવી હતી
  •  રાહુલ ગાંધીએ પોતાની આવક જાહેર કરીને 68.12 લાખ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું હતું
  • રિએસેસમેન્ટ ઓર્ડર મુજબ બંને નેતાઓએ 100 કરોડ રૂપિયા ટેકસ ચૂકવવાનો થાય છે

નવી દિલ્હીઃ ઈન્કમ ટેકસ(IT) ડિપાર્ટમેન્ટે એસોસિએટેડ જર્નલ લિમિટેડની આવક બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને 100 કરોડ રૂપિયાની ટેકસ નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 અને 2012માં બંને કોંગ્રેસ નેતાએ અનુક્રમે 155.41 કરોડ રૂપિયા અને 154.96 કરોડ રૂપિયાની આવક છુપાવી હતી. આ માહિતી IT ડિપાર્ટમેન્ટે એસોસિએટેડ જર્નલ(AJL) લિમિટેડમાંથી તેમને થતી આવકની ચકાસણી કરતા બહાર આવી છે. 

ટેકસ અસેસમેન્ટના રિઓપનિંગ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

1.રાહુલ ગાંધીએ આ એસમેન્ટ વર્ષ માટે પોતાની આવક જાહેર કરીને 68.12 લાખ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું હતું. રિએસેસમેન્ટના આદેશ પ્રમાણે કોંગ્રેસ નેતા ઓસકાર ફર્નાડિડઝની આવક 48.93 કરોડ રૂપિયાનું હોવાનું બહાર આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ તેમના ટેકસ અસેસમેન્ટના રિઓપનિંગ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં સોનિયા તરફથી રજૂઆત કરતા પૂર્વ નાણાં મંત્રી પી. ચિંદમ્બરમે જણાવ્યું હતું કે તેમની ઈન્કમનું રિએસમેન્ટ કર્યા બાદ તેમની પર ભૂલથી 44 કરોડ રૂપિયાની ટેકસ લાયબિલિટી લગાડવામાં આવી છે.
2.

ચિંદમ્બરમે વધુમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સોનિયા તેની AJLમાંથી થતી આવકનો ઉલ્લેખ તેના આઈટી રિટર્નમાં કરવાનું ચૂકી ગઈ હોવાથી IT ડિપાર્ટમેન્ટના એસેસિંગ ઓફિસરે મગજનો ઉપયોગ કર્યા વિના જ સોનિયાને AJLમાંથી 141 કરોડ રૂપિયાની આવક થાય છે તેમ થોપી બેસાડ્યું છે. રાહુલ ગાંધીની ટેક્સ લાયબિલિટી પણ આ જ રકમની બતાવવામાં આવી છે. IT ડિપાર્ટમેન્ટના રીએસેસમેન્ટના ઓર્ડર મુજબ 300 કરોડ રૂપિયાની ગાંધી પરિવારની ઈન્કમ છુપાવવામાં આવી છે, તેની પર બંને નેતાઓએ 100 કરોડ રૂપિયાનો ટેકસ ચૂકવવાનો થાય છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App