Home » Business » Latest News » ઇન્દ્રા નૂયી 12 વર્ષ પેપ્સીકોના CEO રહ્યા પછી ઓક્ટોબરમાં પદ છોડશે | Indra Nooyi will step down on October 3 after 12 years as CEO of PepsiCo

ઇન્દ્રા નૂયી 12 વર્ષ પેપ્સીકોના CEO રહ્યા પછી ઓક્ટોબરમાં પદ છોડશે

Divyabhaskar.com | Updated - Aug 06, 2018, 06:48 PM

તેમના સ્થાને પેપ્સીકોના 22 વર્ષના અનુભવી રેમોન લગુઆર્ટા આવશે, જેમને ગયા વર્ષે પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હત

 • ઇન્દ્રા નૂયી 12 વર્ષ પેપ્સીકોના CEO રહ્યા પછી ઓક્ટોબરમાં પદ છોડશે | Indra Nooyi will step down on October 3 after 12 years as CEO of PepsiCo
  ઇન્દ્રા નૂયી તેમનાં 12 વર્ષના નેતૃત્ત્વમાં પેપ્સીકોમાં ઘણો બદલાવ લાવ્યા છે.

  બિઝનેસ ડેસ્કઃ પેપ્સીકોના સીઇઓ ઇન્દ્રા નૂયી આ ફૂડ એન્ડ બેવરેજ કંપનીમાં 12 વર્ષ સુધી સંચાલન કર્યા પછી રાજીનામુ આપશે. 62 વર્ષનાં ઇન્દ્રા નૂયી 3 ઓક્ટોબરે કંપનીનું સીઇઓ પદ છોડશે. ઇન્દ્રા 24 વર્ષથી પેપ્સીમાં છે અને 12 વર્ષથી સીઇઓના પદ પર છે. તેઓ 2019 સુધી કંપનીના ચેરમેન પદ પર રહેશે. તેમના સ્થાને પેપ્સીકોના 22 વર્ષના અનુભવી રેમોન લાગુઆર્ટા (54 વર્ષ) આવશે, જેમને ગયા વર્ષે પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. પેપ્સીકોના ઇતિહાસમાં ઇન્દ્રા નૂયી પ્રથમ મહિલા સીઇઓ હતા.

  નૂયીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, `પેપ્સીકોનું નેતૃત્વ એ ખરેખર મારું જીવનભરનું સન્માન રહ્યું છે અને માત્ર શેરહોલ્ડરોના હિતોને જ નહિ પરંતુ અમે જેમને સેવા આપી રહ્યા છે તે સમુદાયોમાં અમારા તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને આગળ વધારવા છેલ્લા 12 વર્ષમાં અમે જે કર્યું તેનું મને ખૂબ જ ગૌરવ છે.'

  નૂયીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, `ભારતમાં ઊછરી રહી હતી ત્યારે ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવી અદભૂત કંપનીની આગેવાની કરવાની તક મળશે. પરફોર્મન્સ વિથ પર્પઝની અમારી વિચારસરણીને અનુસરીને- વધુ પોષણયુક્ત પ્રોડક્ટસ બનાવીને, અમારા પર્યાવરણીય વ્યાપને મર્યાદિત રાખીને અને અમારા તમામ સમુદાયોને આગળ વધારીને અમે ટકાઉ પ્રદર્શન બતાવ્યું છે- અમે લોકોના જીવનમાં વધુ અર્થપૂર્ણ અસર પાડી છે જેને મેં સ્વપ્ને પણ શક્ય બનશે એવું વિચાર્યું ન હતું. પેપ્સીકો તેના ઉજ્જવળ દિવસો સાથે વૃદ્ધિ ચાલુ રાખવા આજે મજબૂત સ્થિતિમાં છે.'

  1994થી પેપ્સીકોમાં કાર્યરત

  - ઇન્દ્રા નૂયીના 12 વર્ષ નેતૃત્ત્વમાં પેપ્સીકોને ઘણો બદલાવ લાવ્યા છે. તેમણે પેપ્સીકોને તેના કોલા નામના પીણાં વેચતી કંપનીની ઇમેજથી આગળ વધારીને હુમ્મુસ, કોમ્બુચા અને અન્ય તંદુરસ્ત પ્રોડક્ટ્સ સુધી વિસ્તારી છે.

  - નૂયી 1994માં પેપ્સીકોમાં જોડાયા હતા અને 2001માં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર બન્યા હતા. 2006માં તેમનું નામ પ્રેસિડન્ટ અને સીઇઓ તરીકે આવ્યું હતું.

  - સીઇઓ તરીકે 12 વર્ષના કાર્યકાળમાં પેપ્સીકોની નેટ રેવન્યુ 35 અબજ ડોલર (2006માં)થી વધીને 63.5 અબજ ડોલર (2017) થઇ હતી, જે 5.5 ટકા વાર્ષિક કમ્પાઉન્ડ ગ્રોથ છે.

  મોસ્ટ પાવરફૂલ વુમન તરીકે ગ્લોબલ લિસ્ટમાં સ્થાન

  - ભારતીય-અમેરિકન ઇન્દ્રા નૂયી ફોર્બ્સ અને ફોર્ચ્યુન્સની વિશ્વની મોસ્ટ પાવરફૂલ વિમેનની યાદીમાં સતત સ્થાન પામતા આવ્યાં છે.
  - આ વર્ષે ફેબ્રુઆરીમાં નૂયીને ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) બોર્ડમાં પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  - ચેન્નાઇમાં જન્મેલા નૂયીએ મદ્રાસ ક્રિશ્ચન કોલેજ અને તે પછી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા (IIM-C)માંથી શિક્ષણ લીધુ હતું.

  - નૂયી 1978માં યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ગયા હતા અને તેમાં પબ્લિક એન્ડ પ્રાઇવેટ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.
  - નૂયીએ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, મોટોરોલા અને એસિયા બ્રાઉન બોયરીમાં પદ સંભાળ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ