ફલાઈટ / ઈન્ડિગોએ પાયલોટની અછતના કારણે 30 ફલાઈટ્સ રદ કરી, એક દિવસ પહેલા 32 ફલાઈટ્સ કેન્સલ થઈ હતી

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 11:05 PM
IndiGo cancels 30 more flights due to pilot shortage
X
IndiGo cancels 30 more flights due to pilot shortage

  • ઈન્ડિગોનો ફ્લાઈટ રદ કરવાનો સિલસિલો શનિવારથી ચાલ્યો આવે છે 
  • સૂત્રોનો દાવો-છેલ્લા સમયે મોંઘા ભાવે ટિક્ટિ ખરીદવા મુસાફરો મજબૂર

મુંબઈઃ સમગ્ર દેશમાં સસ્તી ઉડાણ ઉપલબ્ધ કરાવનાર એરલાઈન્સ ઈન્ડિગોમાં પાયલોટની સમસ્યા યથાવત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે આ સમસ્યાના કારણે ઈન્ડિગોએ સમગ્ર દેશમાં 30 ફેલાઈટ્સ રદ કરી છે. આ કારણે મુસાફરોએ છેલ્લા સમયે મોંઘા ભાવે હવાઈ ટિક્ટિ ખરીદવી પડી હતી.

ડીજીસીએે ન આપ્યા તપાસના સંકેત

1.સૂત્રોનું કહેવું છે કે સમગ્ર દેશમાં આટલી મોટી સંખ્યામાં ફલાઈટ કેન્સલ કરવામાં આવ્ય બાદ પણ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કોઈ તપાસના સંકેત આપવામાં આવ્યા નથી. ઈન્ડિંગો અને ડીજીસીએને આ મામલામાં સવાલ પણ પૂછવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ આવ્યો નથી.
2.સૂત્રોનું કહેવું છે કે જે 30 ફલાઈટ્સને ઈન્ડિગોએ કેન્સલ કરી છે. આ પૈકીની મોટાભાગની કોલકતા, હૈદરાબાદ અને ચેન્નાઈની હતી. કોલકતાથી 8, હૈદરાબાદથી 5, બેંગલુરું અને ચેન્નાઈથી 4-4 ફલાઈટ રદ કરવામાં આવી છે.
3.સૂત્રોએ આરોપ લગાવ્યો છે કે ઈન્ડિગો મુસાફરોને છેલ્લા સમયે વધુ ભાવે ટિક્ટિ ખરીદવા માટે મજબૂર કરે છે અથવા તો પછી કનેકટિંગ ફલાઈટનો વિકલ્પ આપી રહી છે, જેના કારણે મુસાફરીનો સમય વધી રહ્યો છે.
4.

રવિવારે આપેલા એક નિવેદનમાં એરલાઈન્સે હવામાનને કારણે સમગ્ર દેશમાં ફેલાયેલા તેના નેટવર્કમાં મુશ્કેલી આવવા અંગેની વાત કહી હતી. સોમવારે ઈન્ડિગોએ 32 ફલાઈટને કેન્સલ કરી હતી. આ ફલાઈટ દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, બેંગલુરું અને હૈદરાબાદમાં કેન્સલ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે એરલાઈન્સે 7 અને શનિવારે 15 ફલાઈટ્સને રદ કરી હતી.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App