ટાઈમ મેગેઝીન / મુકેશ અંબાણી 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં, પાકના વડાપ્રધાન ઈમરાનનો પણ કરાયો સમાવેશ

India's Mukesh Ambani among TIME's 100 most influential people
X
India's Mukesh Ambani among TIME's 100 most influential people

  • એલજીબીટી સમુદાયના અધિકારો માટે લડનાર વકીલ અરુંધતિ કાટજૂ, મેનકા ગુરુસ્વામીનું પણ નામ
  • ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિવાય ભારતીય-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજ પણ લિસ્ટમાં સામેલ

Divyabhaskar.com

Apr 18, 2019, 02:14 PM IST
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. વિશ્વના પ્રભાવશાળી લોકોની આ યાદીમાં એલજીબીટીયુ સમુદાયના અધિકારો માટે લડનાર વકીલ અરુંધતિ કાટજૂ અને મેનકા ગુરુસ્વામીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટાઈમના લિસ્ટમાં રાજકારણીઓથી લઈને કલાકાર સુધીનો સમાવેશ

ટાઈમ દ્વારા બુધવારે નેતાઓ, કલાકારો, અસાધારણ વ્યક્તિત્વના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનિલ અંબાણીનું નામ મોસ્ટ ઈન્ફ્લૂએન્શિયલ ટાઈટન અંતર્ગત જાહેરા કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.
લિસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, ભારતીય-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજનું નામ પણ સામેલ છે.
મુકેશ અંબાણીની પ્રોફાઈલ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લખ્યું છે. તેમણે લખ્યું છે કે મુકેશ તેમના દરેક કામની શરૂઆત તેમના પિતા ધીરુભાઈ અંબાણીના આર્શીવાદ લઈને કરે છે. પરંતુ તે તેમના પિતા કરતા વધુ મહત્વકાંક્ષી છે.
મહિન્દ્રાએ લખ્યું- મુકેશ અંબાણીએ સસ્તું 4જી ડેટા નેટવર્ક રિલાયન્સ જીઓ લોન્ચ કર્યું. તેની સાથે લગભગ 28 કરોડ લોકો અત્યાર સુધીમાં જોડાઈ ચુક્યા છે.   
મુકેશ અંબાણીની પ્રોફાઈલમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેને તેમની એક જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે કર લો દુનિયા અપની મુઠ્ઠીમાનું સ્લોગન આપ્યું હતું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી