Home » Business » Latest News » Indian IT companies put brake on filings for H-1B visa applications due to stern policy

H-1B વિઝાઃ કડક નિયમોના કારણે માંગ ઘટી, ભારતીય કંપનીઓએ લગાવી બ્રેક

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 08:27 PM

અન્ય એક અહેવાલ અનુસાર, ઇનડીડ ડોટકોમ પર H-1B વિઝાને લગતી સર્ચમાં 2017 અને 2018 દરમિયાન સતત ઘટાડો થયો છે.

  • Indian IT companies put brake on filings for H-1B visa applications due to stern policy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પ વહિવટીતંત્રના કડક નિયમોના કારણે ભારતીય આઇટી કંપનીઓએ H-1B વિઝા અરજીઓ ઘટાડી.

    વોશિંગ્ટનઃ ભારતીય આઇટી કંપનીઓએ H-1B વિઝા માટે અરજી ફાઇલિંગ ઘટાડી દીધું છે. વળી, બહારના દેશોના નાગરિકો પણ અમેરિકન કંપનીમાં નોકરી કરવામાં ઓછો રસ બતાવી રહ્યા છે. તેનું કારણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એન્ટિ-ઇમિગ્રેશન પર કડક બનાવેલું વલણ છે. આ વાત સિલિકોન વેલીના એક ન્યુઝપેપર સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલમાં કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે H-1B વિઝા માટે અરજીની ફાઇલિંગ 2 એપ્રિલથી શરૂ થઇ છે.

    સમાચારપત્રના એડિટોરીયલ બોર્ડનું કહેવું છે કે H-1B વિઝા માટે કડક બનેલા નિયમોના લીધે એપ્લિકન્ટ્સ અને તેમને નોકરીએ રાખનારી કંપનીઓ બંને પર અસર પડી છે. આ વિઝા પ્રોગ્રામનો ખોટો ફાયદો લેવાનો અને મોટી સંખ્યામાં એપ્લિકેશન્સ કરતી હોવાના આરોપોનો સામનો કરી રહેલી ભારતી કન્સલ્ટિંગ કંપનીઓએ પિટિશન ફાઇલિંગ ઘટાડી દીધું છે. ઉપરાંત બહારના નાગરિકો પણ અમેરિકન કંપનીમાં જોડાવાનો રસ બતાવી રહ્યા નથી. અન્ય એક અખબાર વોલ સ્ટ્રીટ જનરલે પણ ક્રોનિકલના દાવાને સમર્થન આપ્યું છે. તેના જણાવ્યા અનુસાર, એવું દેખાઇ રહ્યું છે કે H-1B વિઝા માટે માર્કેટ ડિમાન્ડ ઘટી રહી છે.

    કડક નીતિની અમેરિકન એમ્પ્લોયર્સના કામ પર અસર

    આ સાથે અખબારે એવો પણ દાવો કર્યો છે કે સ્ટડીઝ બતાવે છે કે, વિદેશી વર્કર્સ અમેરિકન ઇકોનોમી અને અમેરિકન વર્કર્સ બંને માટે સારા છે. ક્રોનિકલમાં એ પણ જણાવ્યું છે કે કંપનીઓ વર્કર ક્યાંનો છે તેની દરકાર કર્યા વિના તેના સારા સ્કીલને જોઇને નોકરી પર રાખે છે તેનાથી હરીફાઇ વધે છે અને તેના પગલે આખી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે છે. અખબારનું કહેવું છે કે ટેકનોલોજી ઓરિએન્ટેડ ઇમિગ્રેશન સર્વિસીસ પ્રોવાઇડર એન્વોય ગ્લોબલ અનુસાર, તેણે કરેલા એમ્પ્લોયર્સ પર કરેલા સરવેમાંથી 26 ટકાને અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમમાં અનિશ્ચિતતાના કારણે પોતાના પ્રોજેક્ટસ લંબાવવા પડયા છે અને 22 ટકાને અન્ય જગ્યાએ કામને રીલોકેટ કરવું પડ્યું છે.

    2017 અને 2018માં ઘટી H-1B માટે જોબ સર્ચ


    ઇનડીડ હાયરિંગ લેબમાં ઇકોનોમિસ્ટ ડેનિયલ કલ્બર્ટસને કહ્યું છે કે ઇનડીડ ડોટકોમ પર H-1B વિઝાને લગતી સર્ચમાં 2017 અને 2018 દરમિયાન સતત ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2018માં આ સર્ચ 2017 કરતા 9 ટકા ઘટી હતી. વર્ષથી વર્ષ આ સતત 13મા મહિને ઘટાડો નોંધાયો છે.

  • Indian IT companies put brake on filings for H-1B visa applications due to stern policy
    અમેરિકન અખબાર અનુસાર, H-1B વિઝા માટે માર્કેટ ડિમાન્ડ ઘટી રહી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ