વોટ ખાતર મને ભારત પરત લાવવા ઇચ્છે છે સરકારઃ માલ્યા

બ્રિટિશ કોર્ટે હાલમાં જ અધિકારીઓને માલ્યાના પરિસરોમાં જવા અને જપ્ત કરવાની મંજૂરી આપી છે

divyabhaskar.com | Updated - Jul 09, 2018, 06:07 PM
વિજય માલ્યાની વિરુદ્ધ ભારતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહ્યું છે. (ફાઇલ)
વિજય માલ્યાની વિરુદ્ધ ભારતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહ્યું છે. (ફાઇલ)

વોટ ખાતર મને ભારત પરત લાવવા ઇચ્છે છે સરકારઃ માલ્યા .

લંડનઃ ભાગેડુ વિજય માલ્યાએ કહ્યું છે કે બ્રિટનમાં તેની પાસે માત્ર થોડીક કાર અને થોડી જ્વેરી છે. તે ગમે ત્યારે તેને તપાસ એજન્સીઓને સોંપવા તૈયાર છે. માલ્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, "હું ઈંગ્લેન્ડનો નિવાસી છું. એટલા માટે હું પરત નથી આવ્યો. હું નથી જાણતો કે લોકો મને ભાગેડુ કેમ કહી રહ્યા છે. તેની પાછળ રાજકારણ છે. આ વર્ષે ભારતમાં ચૂંટણી છે. સરકાર મને ભારત લાવીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે."

- માલ્યાની વિરુદ્ધ ભારતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહ્યું છે. બીજી તરફ, બ્રિટનની કોર્ટમાં પણ માલ્યા વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.
- બ્રિટિશ કોર્ટે હાલમાં જ અધિકારીઓને માલ્યાના પરિસરોમાં જવા અને જપ્ત કરવાની મંજૂરી આપી છે. માલ્યાનું તાજેતરનું નિવેદન તેના જ સંદર્ભમાં આવ્યું છે.

જગ્યા અને સ્થળ જણાવો, હું જાતે આવી જઈશઃ માલ્યા


- માલ્યાએ રવિવારે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું, "હું મારી બ્રિટન સ્થિત સંપત્તિઓની જાણકારી પહેલા જ કોર્ટને આપી ચૂક્યો છું. તેને સીઝ કરવા માટે ભારતીય તપાસ એજન્સીઓને ઘરે આવવાની જરૂર નથી. મને સ્થળ, સમય અને તારીખ જણાવી દો. હું તેમને જાતે જ આવીને બધું સોંપી દઈશ. કોર્ટના આદેશ મુજબ, માત્ર મારી સંપત્તિઓ જ જપ્ત કરી શકાય છે, એટલા માટે તપાસ એજન્સીઓ લંડનમાં સ્થિત મારી દીકરા અને માતાના ઘરને અડી પણ ન શકે."
- બ્રિટિશ કોર્ટમાં માલ્યાની વિરુદ્ધ કેસની સુનાવણી 31 જુલાઈના રોજ પૂરી થવાની છે. સપ્ટેમ્બરમાં તેની પર ચુકાદો પણ આવી શકે છે.

બે વર્ષથી માલ્યા લંડનમાં


- એસબીઆઈના નેતૃત્વમાં 13 બેંકોના કન્જોર્શિયમે માલ્યાની કિંગફિશર એરલાઇન્સને લોન આપી હતી.
- 31 જાન્યુઆરી 2014 સુધી માલ્યા પર બેંકોના 6.963 કરોડ રૂપિયા બાકી હતા. 2016 સુધી આ રકમ લગભગ 9,000 કરોડ થઈ ગઈ.
- દેવું ચૂકવવાનું દબાણ વધતા માર્ચ 2016માં માલ્યા વિદેશ ભાગી ગયો. ભારતમાં માલ્યા પર મની લોન્ડ્રિંગનો પણ કેસ ચાલી રહ્યો છે.
- બેંકોના કન્જોર્શિયમ માલ્યા પાસેથી 965 કરોડ રૂપિયાની રિકવરી કરી ચૂક્યું છે.

X
વિજય માલ્યાની વિરુદ્ધ ભારતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહ્યું છે. (ફાઇલ)વિજય માલ્યાની વિરુદ્ધ ભારતમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ કરી રહ્યું છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App