વર્લ્ડ બેન્ક / વર્ષ 2018માં ભારતીયો દેશને પાંચ લાખ એકોતેરહજાર કરોડ રૂપિયા મોકલાવશેઃ રિપોર્ટ

જયારે મેક્સિકો અને ફિલિપાઈન્સ 34 બિલિયન ડોલર રિમિટન્સ તરીકે મળશે

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 05:51 PM
India to retain top position in remittances with $80 billion: World Bank

- વર્ષ 2017માં દેશને 65.3 બિલિયન ડોલર રિમિટન્સ મળ્યું હતું
- 2018માં વિકાસશીલ દેશોનું રિમિટન્સ 10.8 ટકા વધીને 528 બિલિયન ડોલરે પહોંચશે

મુંબઈઃ વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ રિમિટન્સ ( બીજા દેશમાં વસતા ભારતીયો મોકલાવેેલા પૈસા ) મેળવનાર દેશોમાં ટોપ પર હશે. એક અહેવાલ મુજબ દેશને આ વર્ષે 80 બિલિયન યુએસ ડોલર (પાંચ લાખ એકોતેરહજાર કરોડ રૂપિયા) રિમિટન્સ તરીકે મળશે.

- ભારત બાદ બીજા બીજા નંબરે ચીન છે. ચીનને ચાલુ વર્ષે 67 બિલિયન ડોલર રિમિટન્સ મળશે. જયારે મેક્સિકો અને ફિલિપાઈન્સ 34 બિલિયન ડોલર રિમિટન્સ તરીકે મળશે. ઈજિપ્તને 26 બિલિયન ડોલર રિમિટન્સ તરીકે મળશે.

- આ અંગેની માહિતી વર્લ્ડ બેન્કની તાજેતરની માઈગ્રેશન એન્ડ ડેવલોપમેન્ટ બ્રીફમાં આપવામાં આવી છે. આ રિપોર્ટના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં વિકાસશીલ દેશોનું રિમિટન્સ 10.8 ટકા વધીને 528 બિલિયન ડોલરે પહોંચશે.

- આ સિવાય ગ્લોબલ રિમિટન્સ 10.3 ટકા વધી 689 બિલિયન ડોલરે પહોંચશે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશને મોટા પ્રમાણમાં રિમિટન્સ મળ્યું છે. વર્ષ 2016માં દેશને 62.7 બિલિયન ડોલર રિમિટન્સ મળ્યું હતું. વર્ષ 2017માં દેશને 65.3 બિલિયન ડોલર રિમિટન્સ મળ્યું હતું. વર્ષ 2017માં દેશની જીડીપીમાં 2.7 ટકા ફાળો રિમિટન્સનો હતો.

X
India to retain top position in remittances with $80 billion: World Bank
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App