ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ અમેરિકાથી વધુ, જુલાઈ-સપ્ટેમ્બરમાં 4.04 કરોડ ફોન વેચાયા

India pips US to become 2nd largest smartphone market in Q3 says Canalys

Divyabhaskar.com

Nov 09, 2018, 12:00 PM IST

નવી દિલ્હીઃ અમેરિકાને પાછળ પાડીને ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર બની ગયું છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતમાં 4.04 કરોડ સ્માર્ટફોનનું વેચાણ થયું છે. આ દરમિયાન અમેરિકામાં 4 કરોડ યુનિટનું વેચાણનું થયું હતું. જયારે ચીન 10.06 કરોડ સ્માર્ટફોનના વેચાણની સાથે પ્રથમ નંબરે છે. રિસર્ચ ફર્મ કૈનાલિસના રિપોર્ટમાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે.

ગ્લોબલ વેચાણમાં 7.2 ટકાનો ઘટાડો

આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં સ્માર્ટફોનનું કુલ વેચાણ 34.39 કરોડ યુનિટ રહ્યું હતું. ગત વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરની સરખામણીમાં તે 7.2 ટકા ઓછું છે. ગ્લોબલ વેચાણમાં સતત ચૌથા ત્રિમાસિકમાં ઘટાડો આવ્યો છે.

ટોપ-10માંથી 7 દેશોમાં વાર્ષિક આધાર પર વેચાણમાં ઘટાડો નોંધાયો છે. માત્ર ઈન્ડોનેશિયા, રશિયા અને જર્મનીમાં વેચાણમાં વધારો થયો છે. જયારે સૌથી મોટા સ્માર્ટફોન બજાર ચીનમાં વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશ જુલાઈ-સપ્ટેમ્બરમાં સ્માર્ટફોનનું વેચાણ ઘટાડો/વધારો
ઈન્ડોનેશિયા 89 લાખ +13.2%
રશિયા 88 લાખ +11.5%
જર્મની 55 લાખ +2.4%
ચીન 10.06 કરોડ -15.2%
ભારત 4.04 કરોડ -1.1%

જુલાઈ-સપ્ટેમ્બરમાં સ્માર્ટફોનનો માર્કેટ શેર

કંપની માર્કેટ શેર
સેમસંગ 20.4%
હુવાવે 14.9%
એપ્પલ 13.4%
શ્યાઓમી 9.6%
ઓપ્પો 8.9%

જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સ્માર્ટફોનનું ગ્લોબલ વેચાણ વર્ષ 2015 બાદ સૌથી ઓછું રહ્યું છે. કૈનાલિસના જણાવ્ય પ્રમાણે ટ્રેડ વોરન કારણે કારોબારની મુશ્કેલીઓ વધવા અને ચીનની કંપનીઓ સાથેની સ્પર્ધા વધવાને કારણે સ્માર્ટફોનની માંગમાં ઘટાડો થયો છે.

X
India pips US to become 2nd largest smartphone market in Q3 says Canalys
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી