રિપોર્ટ / અગામી 17 વર્ષમાં સૂરતનો ગ્રોથ વિશ્વમાં સૌથી ઝડપી રહેશે, ટોપ-10માં તમામ ભારતીય શહેર

India Claims Worlds Fastest Growing Top Ten Cities Surat Leads

Divyabhaskar.com

Dec 06, 2018, 03:09 PM IST

- ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનો ગ્લોબલ સિટીઝ રિસર્ચ રિપોર્ટ
- સૌથી ઝડપી ગ્રોથ કરનારા શહેરોમાં સૂરત અને રાજકોટ સામેલ

નવી દિલ્હીઃ વર્ષ 2019થી 2035ની વચ્ચે જે શહેરો સૌથી ઝડપ ઈકોનોમિક ગ્રોથ કરશે તેમાં ટોપ-10માં ભારતના શહેરો છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ગ્લોબલ સિટીઝ રિસર્ચમાં સૂરત ગ્રોથમાં પ્રથમ નંબરે છે. તેનો વાર્ષિક ગ્રોથ 9.17 ટકા રહેવાની શકયતા છે. બીજો નંબર આગ્રા (8.58%)ના છે. અને ત્રીજો નંબર બેંગુલુરું (8.5%)નો છે.

2019થી 2035ની વચ્ચે સૌથી વધુ ઝડપી ગ્રોથ કરનાર વિશ્વના 10 શહેરો

શહેર

વાર્ષિક સરેરાશ ગ્રોથ (અનુમાનિત)

સૂરત

9.17%

આગ્રા

8.58%

બેંગલુરું

8.50%

હૈદરાબાદ

8.47%

નાગપુર

8.41%

ત્રિપુર

8.36%

રાજકોટ

8.33%

તિરુચિરાપલ્લી

8.29%

ચેન્નાઈ

8.17%

વિજયવાડા

8.16%

ટોપ-10માં દક્ષિણ ભારતના 5 શહેરો, ગુજરાતના 2 શહેરો

1. રિસર્ચના જણાવ્યા પ્રમાણે ભારતીય શહેરોનો ઈકોનોમિક આઉટપુટ બીજા દેશોના મહાનગરોની સરખામણીમાં ઓછો રહેશે. તમામ એશિયાઈ શહેરોની કુલ જીડીપી વર્ષ 2027 સુધીમાં તમામ ઉતરી અમેરિકા અને યુરોપીય શહેરોની જીડીપીથી વધુ રહેશે. વર્ષ 2035 સુધીમાં તે 17 ટકાથી વધુ થઈ જશે.

2. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના રિસર્ચમાં બહાર આવ્યું છે કે વર્ષ 2035 સુધીમાં વિશ્વના શહેરોની સ્થિતિમાં થોડો ફેરફાર થશે. ન્યુયોર્ક, ટોક્યો, લોસ એન્જલ્સ અને લંડન ટોપ 4માં રહેશે. જોકે શંઘાઈ અને બીજિંગ, પેરિસ અને શિકાગોને પાછળ પાડશે. ચીનના ગ્વાંગજૂ અને શેનઝોન પણ ટોપ-10માં સામેલ થશે.

3. રિસર્ચ પ્રમાણે, આફ્રીકાનું તાન્ઝાનિયા સૌથી ઝડપી ગ્રોથવાળું શહેર હશે. યુરોપમાં અરમેનિયનનો ગ્રોથ સૌથી વધુ રહેવાની શકયતા છે. ઉતરી અમેરિકામાં સૈન જોસ સૌથી વધુ વિકાસ કરશે.

X
India Claims Worlds Fastest Growing Top Ten Cities Surat Leads
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી