વેલ્થ ઈન્ડેકસ / 77% ભારતીય અમીરોને આંતકવાદ અને 40%ને પૈસા ચોરી થવાનો ડર

Divyabhaskar.com | Updated - Jan 09, 2019, 03:24 PM
IIFL wealth Index 2018 report says terrorism and fear of losing money
X
IIFL wealth Index 2018 report says terrorism and fear of losing money

  • ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિસ કંપની આઈઆઈએફએલે દેશના ટોપ-500 અમીરો પર સર્વે કર્યો
  • ભારતના 73 ટકા અમીરોએ સાંપ્રદાયિક તણાવ, મહિલાઓની વિરુદ્ધ હિંસાને લઈને ચિંતા વ્યકત કરી

 

નવી દિલ્હીઃ દેશના 77 ટકા અમીરો આંતકવાદના કારણે વધી રહેલા ખતરાને લઈને ચિંતિંત છે. 73 ટકા અમીરો સાંપ્રદાયિક તણાવ, મહિલાઓની વિરુદ્ધ હિંસા અને સામાજિક-આર્થિક વિષમતા જેવા સામાજિક મુદ્દાઓની ચિંતા કરે છે. જયારે 40 ટકા અમીરો એવા છે, જેમને પૈસા ચોરી થવાનો ડર સતાવે છે.

અમીરોનો ત્રણ ગ્રુપમાં થયો સર્વે

1.આ આંકડાઓ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિસ કંપની આઈઆઈએફએલના વેલ્થ ઈન્ડેકસ રિપોર્ટ 2018માં બહાર આવ્યા છે. આ રિપોર્ટ એક સર્વેના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દેશના ટોપ-500 અમીરોનો મત લેવામાં આવ્યો હતો.
2.સર્વે માટે સમગ્ર દેશના 500 અમીરોના ત્રણ ગ્રુપ-હાઈ નેટવર્થ, વેરી હાઈ નેટવર્થ અને અલ્ટ્રા હાઈ નેટવર્થને ત્રણમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આંતકવાદ બાદ તેમની બધાની ચિંતાનો વિષય સામાજિક મુદ્દાઓ છે. તેમાં મહિલા હિંસા અને ગરીબ-અમીરો વચ્ચેની અસામનતા જેવી બાબતો સામેલ છે.
52 ટકા અમીરો માટે ટ્રમ્પ પણ ચિંતાનો વિષય
3.સર્વેમાં સામેલ 52 ટકા ભારતીય અમીરો માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચિંતાનો વિષય છે. ભારતીય અમીરો એમ માને છે કે ટ્રમ્પની નીતીઓ અસ્થિરતાનું કારણ બની શકે છે. 62 ટકા અમીરો માટે વર્તમાન અસ્થિરતા હેરાન કરનારો વિષય છે કારણ કે તેની સીધા અસર અર્થવ્યવસ્થા પર પડે છે.
4.ભારત-પાક સંબંધ, ચીનનો દક્ષિણ ચીનના સમુદ્રમાં વિસ્તાર થવો અને યુરોપિયન યુનિયનનું તૂટવું પણ ભારતીય અમીરોને ચિંતિંત કરે છે. 8 ટકા અમીરોનું માનવું છે કે આંતરાષ્ટ્રીય મામલાઓની અસર પણ ભવિષ્યમાં ભારતની આર્થિક સ્થિતિ પર પડી શકે છે. સર્વેમાં સામેલ 5 ટકા અમીરો માટે પોતાની કંપનીનો ઉતરાધિકારી પસંદ કરવો તે પણ એક પડકાર છે.   
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App