વિડીયોકોન કેસ / એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ચંદા કોચર, વેણુગોપાલ ધૂતના ઘર-ઓફિસો પર દરોડા પાડ્યા

ICICI Bank-Videocon case: ED raids Chanda Kochhar, Venugopal Dhoot's premises
X
ICICI Bank-Videocon case: ED raids Chanda Kochhar, Venugopal Dhoot's premises

  • એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ આ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે
  • આઈસીઆઈસીઆઈ બેન્કે 2012માં વિડીયોકોનને લોન આપી હતી
  • આ મામલામાં ચંદા કોચર પર ભેદભાવનો આરોપ, તેમના નેતૃત્વમાં લોન આપવામાં આવી હતી

Divyabhaskar.com

Mar 01, 2019, 01:01 PM IST
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)એ શુક્રવારે આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને વિડિયોકોનના પ્રમોટર વેણુગોપલ ધૂતની વિવિધ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી તેમની મુંબઈમાં આવેલી પાંચ જેટલી ઓફિસ અને ઘર પર કરવામાં આવી છે. આ સિવાયના પણ તેમના કેટલાક લોકેશન્સ પર દરોડા પાડવામાં આવ્યાં છે. 

ચંદાની વિરુદ્ધ સીબીઆઈ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરી ચૂકી છે

જાન્યુઆરીમાં સીબીઆઈએ પણ આ મામલામાં ચંદા કોચર, દીપક કોચર અને વેનુગોપાલ ધૂતની વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ વિડિયોકોન કંપનીનૂ મુંબઈ-ઓરંગાબાદ સ્થિત ઓફિસ અને દીપક કોચરના ઘર પર રેડ કરી હતી. થોડા દિવસો પહેલા સીબીઆઈએ ચંદા કોચરની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઈસ્યુ કરી હતી. જેથી તેઓ જાણ કર્યા વગર વિદેશ ન જઈ શકે.
વિડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા 2012માં આપવામાં આવેલી લોન અને તેના ન્યુપાવર રિન્યુએબલ્સની સાથે લેણદેણ સાથે જોડાયેલા મામલામાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાર્યવાહી કરી રહ્યાં છે. ન્યુપાવર ચંદાના પતિ દીપક કોચરની કંપની છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી