કેનેડા / સ્માર્ટફોન કંપની Huaweiના સીએફઓ મેંગ વાંગઝૂની ધરપકડ, અમેરિકાના કાયદાના ઉલ્લંઘનનો આરોપ

Huaweiના ગ્લોબલ સીએફઓ મેંગ વાંગઝૂ
Huaweiના ગ્લોબલ સીએફઓ મેંગ વાંગઝૂ

Divyabhaskar.com

Dec 06, 2018, 12:43 PM IST

વેનકુવરઃ ચીનની સ્માર્ટફોન કંપની Huaweiની ગ્લોબલ સીએફઓ મેંગ વાંગઝૂની 1 ડિસેમ્બરે કેનાડાના વેનકુવરમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેનું અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવશે. જયારે બીજી તરફ ચીન મેંગને મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે. વાંગઝૂ પર ઈરાનની વિરુદ્ધ લાગેલા અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ કેસના કારણે અમેરિકા-ચીનના સંબધોમાં વધુ એક તિરાડ પડવાની શકયતા છે.

ચીનની માંગ- મેંગને તરત જ મુક્ત કરવામાં આવે

1. એ સપષ્ટ થઈ શકયું નથી કે મેંગ વાંગઝૂની વિરુદ્ધ કેવા પ્રકારનો આરોપ છે. કેનાડાના ન્યાય વિભાગના જણાવ્યા પ્રમાણે મેંગે તેમની સાથે સંકળાયેલી બાબતોના પ્રકાશન પર રોકની માંગ કરી છે. તેમની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થશે. ચીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.

2. મેંગ Huaweiની વાઈસ ચેરપર્સન છે. તે કંપનીના ફાઉન્ડર રેન ઝેંગફેની પુત્રી છે. Huaweiએ મેંગની ધરપકડની વાત કરતા જણાવ્યું કે કંપનીને નથી લાગતું કે તેમણે કઈ ખોટું કર્યું હોય.

3. મેંગની ધરપકડથી અમેરિકા અને ચીનના સંબધોમાં તિરાડ હજું વધી શકે છે. તાજેતરમાં જ બંને દેશોના રાષ્ટ્રપતિ જી-20 સમિટમાં મળ્યા હતા. આ દરમિયાન ટ્રેડ વોર 90 દિવસ માટે ટાળવા અંગે સહમતિ થઈ હતી.

4. રોયટર્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાની સંસ્થાઓ બે વર્ષથી Huawei વિરુદ્ધ તપાસ કરી રહી છે. અમેરિકાનો આરોપ છે કે Huaweiએ અમેરિકાની પ્રોડક્ટસને ઈરાન મોકલી હતી. તે યુએસના નિકાસ અને પ્રતિબંધના કાયદાનું ઉલ્લંઘન છે.

X
Huaweiના ગ્લોબલ સીએફઓ મેંગ વાંગઝૂHuaweiના ગ્લોબલ સીએફઓ મેંગ વાંગઝૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી