HULનું થયું હોર્લિક્સ, GSKના ભારતીય બિઝનેસને 31 હજાર કરોડમાં ખરીદવાની જાહેરાત

Hindustan Unilever Board approves merger of HUL and GlaxoSmithKline Consumer Healthcare

Divyabhaskar.com

Dec 03, 2018, 04:11 PM IST

- એચયુએલે આ અંગે જીએસકે સીએચ ઈન્ડિયાની સાથે એક ડેફિનેટ એગ્રીમેન્ટ કર્યો છે
- જીએસકે સીએચ ઈન્ડિયા પોતાની આઈકોનિક બ્રાન્ડસ હોર્લિકસ અને બૂસ્ટની સાથે હેલ્થ ફુડ ડ્રીન્ક્સ કેટેગરીમાં માર્કેટ લીડર છે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન યૂનિલીવર (HUL)ના બોર્ડે સોમવારે કંપની અને ગ્લેક્સોસ્મિથક્લાઈન કન્ઝયુમર (GlaxoSmithKline Consumer) હેલ્થકેર લિમિટેડ એટલે કે જીએસકેના ભારતીય બિઝનેસને મર્જરની મંજૂરી આપી દીધી છે. જોકે તેના માટે કંપનીએ સ્ટેચ્યુરી ઓથોરીટીઝ અને શેરહોલ્ડર્સની મંજૂરી લેવાની રહેશે. આ ડીલ લગભગ 31,700 કરોડ રૂપિયાની છે.

જીએસકે અને એચયુએલની થઈ ડીલ

- એચયુએલે આ અંગે જીએસકે સીએચ ઈન્ડિયાની સાથે એક ડેફિનેટ એગ્રીમેન્ટ કર્યો છે. આ ડીલ સંપૂર્ણ રીતે ઈક્વિટી મર્જર છે, જેમાં જીએસકે સીએચ ઈન્ડિયાના એક શેર માટે એચયુએલને 4.39 શેર આપવામાં આવશે. આ અધિગ્રહણ હિંદૂસ્તાન યૂનીલીવરના હેલ્થ અને વેલનેસના વિશાળ ટ્રેડના રિડમ્પશન માટે અને ભારતમાં ટકાઉ અને પ્રોફિટેબલ ફુડસ અને રિફ્રેશમેન્ટ બિઝનેસ તૈયાર કરવાની રણનીતીના ભાગરૂપે કરવામાં આવ્યો છે.

હોર્લિકસ અને બૂસ્ટની સાથે માર્કેટ લીડર છે જીએસકે

- જીએસકે સીએચ ઈન્ડિયા પોતાની આઈકોનિક બ્રાન્ડસ હોર્લિકસ અને બૂસ્ટની સાથે એચએફડી કેટેગરીમાં માર્કેટ લીડર છે. તેના પોર્ટફોલિયોમાં સામેલ પ્રોડક્ટસમાં મોટા પ્રમાણમાં ન્યુટ્રીશન હોવાનો દાવો કરવામાં આવે છે. હોર્લિક્સની સાથે આ પોર્ટફોલિયોનો ભારતમાં લાંબો ઈતિહાર રહ્યો છે અને તેને મૂળ રૂપથી 1930ના દશકામાં રજૂ કરવામાં આવ્યો હતો. હોર્લિક્સે ઘણી પેઢીઓથી ભારતના ઘરે-ઘરે પોતાની પકડ બનાવી છે.

X
Hindustan Unilever Board approves merger of HUL and GlaxoSmithKline Consumer Healthcare
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી