બેન્ક / HDFCએ 7 દિવસમાં હટાવી નવી એપ, લોગઇન ન થવાથી ગ્રાહકો હેરાન

HDFC Bank pulling out its new mobile baking app due to technical glitches

Divyabhaskar.com

Dec 04, 2018, 05:32 PM IST

- કસ્ટમરે જૂની એપ પર આવવું પડશે, એચડીએફસી બેન્કના 4.5 કરોડ ગ્રાહક
- 27 નવેમ્બરે નવી એપ લોન્ચ થઈ, પરંતુ કામ કરતી નથી
- ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પણ નારાજગી વ્યક્ત કરી હતી


મુંબઈઃ એચડીએફસી બેન્કે નવી એપ કામ ન કરવાને કારણે એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી તેને 7 દિવસમાં હટાવી પડી છે. ગ્રાહકો આજે સાંજે 5 વાગ્યાથી જૂની એપનો ઉપયોગ કરી શકશે. બેન્કે સોમવારે તેની માહિતી આપી છે. જોકે એ વાતની જાણકારી નથી આપવામાં આવી કે નવી એપમાં આવી રહેલી મુશ્કેલીઓ કેટલા સમયમાં સુધરી જશે.

સોશિયલ મિડિયા પર બેન્કની નીંદા થઈ રહી હતી

1 ગ્રાહકોને નવી એપમાં લોગિન કરવામાં પરેશાની થઈ રહી હતી. આ કારણથી સોશ્યિલ મીડિયા પર એચડીએફસી બેન્કની ખૂબ જ નીંદ થઈ હતી. સોમવારે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને સવાય કર્યો હતો કે હાલના સમયની દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક આવું કઈ રીતે કરી શકે છે ?

2 એચડીએફસી બેન્કે ગત મંગળવારે (27 નવેમ્બર) જ નવી એપ લોન્ચ કરી હતી. જોકે બાદમાં ગુરૂવારે બેન્કે ટ્વિટરના માધ્યમથી ગ્રાહકો પાસે માફી માંગતા જણાવ્યું કે નવી એપમાં મુશ્કેલી થઈ રહી છે. હાલ તેને સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે.

3 એચડીએફસી બેન્કના જે ગ્રાહકોએ જૂની એપ ડિલીટ કરીને નવી એપ ડાઉનલોડ કરી હતી. તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવી એપ કામ ન કરવાને કારણે તેઓ ટ્રાન્ઝેકશન કરી શકતા નથી.

4 જે ગ્રાહકોએ જૂની એપ ડિલીટ કરી ન હતી. તેમના માટે કોઈ મુશ્કેલી સર્જાઈ નથી. તેઓ ઉપયોગ ચાલુ રાખી શકે છે. જોકે જેમણે ડિલીટ કરી દીધી છે તેમણે આજે સાંજે સુધી રાહ જોવી પડશે.

5 બેન્કે નવી એપ સરળ હોવા નો દાવો કર્યો હતો. તેમાં વધારાની સુરક્ષા માટે બાયોમેટ્રિક એક્સેસનું ફીચર પણ જોડવામાં આવ્યું છે. જોકે નવી એપ યોગ્ય રીતે કામ જ ન કરી શકી. એચડીએફસી બેન્ક દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક છે. તેમાં 4.5 કરોડ ગ્રાહક છે.

X
HDFC Bank pulling out its new mobile baking app due to technical glitches
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી