HDFC બેન્કે ડીપોઝીટના વ્યાજ દરોમાં 0.50%નો વધારો કર્યો

HDFC Bank Hikes Deposit Rates Bank Of Baroda Raises Lending Rate

Divyabhaskar.com

Nov 07, 2018, 04:42 PM IST

નવી દિલ્હીઃ એચડીએફસી બેન્કે ડિપોઝીટના વ્યાજ દરોમાં 0.50 ટકા સુધીનો વધારો કર્યો છે. એક કરોડથી ઓછાની ડિપોઝીટ પર વાધારો મંગળવારથી લાગુ થઈ ચૂકયો છે. બેન્કોએ 5થી 8 અને 8થી 10 વર્ષ સુધીની ડિપોઝીટ પર વ્યાજ દર 6 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો છે. બીજી તરફ બેન્ક ઓફ બરોડાએ લોન પર વ્યાજ દરોમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે.

એચડીએફસી બેન્ક ત્રણથી 5 વર્ષ સુધીની ડિપોઝીટ પર હવે 7.1 ટકાના સ્થાને 7.25 ટકા વ્યાજ આપશે. એક વર્ષની એફડી માટે વ્યાજ દર 7.3 ટકાથી વધારીને 7.25 ટકા કરવામાં આવ્યું છે.

બેન્ક ઓફ બરોડાની લોન 0.10 ટકા થઈ મોંઘી

બેન્ક ઓફ બરોડાએ એક વર્ષની લોન પર વ્યાજ દર 8.65 ટકા નક્કી કર્યું છે. એક દિવસ માટે આ દર 8.15 ટકા, એક મહિના માટે 8.20 ટકા, ત્રણ મહિના માટે 8.30 ટકા અને છ મહીના માટે 8.50 ટકા થશે.

X
HDFC Bank Hikes Deposit Rates Bank Of Baroda Raises Lending Rate
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી