Insurance / GST રજીસ્ટર્ડ નાના વેપારીઓને વ્યાજબી પ્રીમયમ પર વિમો ઉપલબ્ધ કરાવવા સરકારની વિચારણા

Divyabhaskar.com

Jan 11, 2019, 04:03 PM IST
GST registered small traders to get insurance scheme government planning
X
GST registered small traders to get insurance scheme government planning

  • આ સ્કીમ અંતર્ગત વેપારીઓને વ્યાજબી પ્રિમયમ પર એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે
  • હાલ આવી જ એક સ્કીમ ઉતર પ્રદેશ સરકાર વેપારીઓ માટે ચલાવી રહી છે

નવી દિલ્હી: અાગામી લોકસભા ચંૂટણીને ધ્યાનમાં રાખીને સરકાર GST-રજીસ્ટર્ડ સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ ટ્રેડર્સ(વેપારીઓ) માટે ઈન્સ્યોરન્સ સ્કીમ લાવવા પર વિચાર કરી રહી છે. આ ઈન્સ્યોરન્સ સ્કીમમાં વેપારીઓને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના(PMSBY) અંતર્ગત વ્યાજબી કિંમત પર એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવશે. હાલ ઉતરપ્રદેશ સરકાર આવી જ એક સ્કીમ ચલાવી રહી છે. 

10 લાખ રૂપિયા સુધીનો વિમો ટર્નઓવર પ્રમાણે મળશે

1.સૂત્રોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજનામાં વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ તેમના ટર્નઓવરને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. જો આ સ્કીમને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે તો તેની જાહેરાત બજેટ સેશન પહેલા અને આ મહિનાના અંતમાં કરવામાં આવશે.
2.હાલ PMSBYમાં 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડેન્ટલ કવર વાર્ષિક માત્ર 12 રૂપિયાના પ્રિમયમમાં આપવામાં આવે છે. આ સ્કીમનો લાભ 18થી 70 વર્ષની વ્યક્તિ કે જેમનું બેન્કમાં ખાતું હોય તે લઈ શકે છે. 
3.સરકાર હાલ વેપારીઓને રાહત ભાવે ફાઈનાન્સ પણ આપવાનું વિચારી રહી છે.  આ ફાઈનાન્સ તે વેપારીઓને આપવામાં આવશે જે પોતાના બિઝનેસને અપગ્રેડ કરવા માંગે છે. 
4.આ સિવાય મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવવાનું વિચારી રહી છે. આ અંતર્ગત સરકારે જે ખરીદી ફરજિયાત સ્મોલ ટ્રેડર્સ પાસેથી કરવાની હોય છે, તે ખરીદી ફરજિયાત મહિલા ઉદ્યોગ સાહસિકો પાસેથી કરવાનો નિર્ણય લેવાની હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી