રાહત / મોદી સરકારે વેપારીઓને આપી મોટી રાહત, રૂ. 40 લાખના ટર્નઓવર સુધી GST નહીં

GST registration limit increased from Rs 20Lakhs to Rs 40lakhs in council meeting

  • નાના વેપારીઓને રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો
  • વેપારીઓ માટે કંપોઝિશન સ્કીમની સીમા 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરવામાં આવી

divyabhaskar.com

Jan 10, 2019, 04:53 PM IST

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપી છે. ગુરુવારે કાઉન્સિલે જીએસટી રજિસ્ટ્રેશનમાં છૂટ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 20 લાખથી વધારીને રૂ. 40 લાખ સુધીની કરવાનો નિર્ણય લીધો છે.

GST કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે

કંપોઝીશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની લિમિટ 1 કરોડથી વધારીને રૂ. 1.5 કરોડ કરી દેવામાં આવી છે. કંપોઝીશન સ્કીમ અંર્તગત આવનાર વેપારીઓને દર ત્રિમાસીક ટેક્સ જમા કરાવવો પડશે પરંતુ રિર્ટન વર્ષમાં એક જ વાર ભરી શકશે. જીએસટી કાઉન્સિલના નિર્ણયો 1 એપ્રિલથી લાગુ થશે. કંપોઝીશન સ્કીમ અંર્તગત વેપારીઓ માચે ટેક્સનો દર ફિક્સ રાખવામાં આવશે.

સર્વિસ સેક્ટરને પણ કંપોઝીશન સ્કીમનો ફાયદો મળ્યો

સર્વિસ સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે. રૂ. 50 લાખ સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઈડરને કંપોઝીશન સ્કીમનો ફાયદો મળશે. તેમણે માત્ર 6 ટકા ટેક્સ આપવાનો રહેશે.

કેરળમાં ડિઝાસ્ટર સેસ લાગુ કરવો

નાણાપ્રધાન અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલની 32મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેરળ 2 વર્ષ સુધી મહત્તમ 1 ટકા સુધી ડિઝાસ્ટર સેસ લગાવી શકે છે. ગયા વર્ષે આવેલા પુરથી થયેલા નુકસાનના કારણે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

ફ્લેટ ખરીદીમાં જીએસટી ઘટાડવાના પ્રસ્તાવ વિશે મંત્રી સમૂહ વિચાર કરશે

રિઅલ એસ્ટેસ સેક્ટર માટે જીએસટી દર ધટાડવાના નિર્ણય વિશે સહમતી થઈ શકી નથી. અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ હતો. આ વિશે વિચાર કરવા માટે 7 સભ્યોના મંત્રીની સમિતિ બનાવવામાં આવશે.

X
GST registration limit increased from Rs 20Lakhs to Rs 40lakhs in council meeting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી