નોટબંધી-GSTએ વધારી મુશ્કેલી, દરેક નિર્ણયમાં PMOની દખલગીરી પણ છે મોટી સમસ્યાઃ રાજન

રધુરામ રાજને જીએસટીને દેશના આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી બે એવી મોટી અડચણો ગણાવી જેના કારણે ગત વર્ષે વિકાસની ગતિ ધીમી

Divyabhaskar.com | Updated - Nov 10, 2018, 08:01 PM
GST and demonetization become hurdle for India says Raghuram Rajan

નવી દિલ્હીઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રધુરામ રાજને એક વાર ફરી મોદી સરકારની નીતીઓ પર નિશાન સાધ્યું છે. રાજને ભારતની આર્થિક ગતિ પર બ્રેક માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ઠેરવ્યા છે. આ સિવાય તેમણે હાલના દેશના વિકાસ દરને પુરતો ન હોવાની વાત કહી છે. રાજને પીએમઓની ભૂમિકા પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે ભારતમાં ઘણાં બધા નિર્ણયોમાં પીએમઓની દખલ પણ ઘણી બધી મુશ્કેલીઓમાંની એક મુશ્કેલી જ છે.

રધુરામ રાજને જીએસટીને દેશના આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી બે એવી મોટી અડચણો ગણાવી જેના કારણે ગત વર્ષે વિકાસની ગતિ ધીમી પડી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે હાલનો 7%નો દેશોનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાતોના હિસાબથી પર્યાપ્ત નથી.

સતત બે ઝટકાઓના કારણે 2017માં ઓછી હતી વિકાસની ગતિ

રાજને કહ્યું કે ભારત હવે ખુબ જ ખુલ્લી ઈકોનોમિ છે. જો વિશ્વ વિકાસ કરે છે, તો ભારત પણ વિકાસ કરે છે. તેમણે કહ્યું હતું કે 2017માં એવું બન્યું કે વિશ્વના વિકાસે ગતિ પકડી છતાં પણ ભારતની ગતિ ધીમી પડી. તેનાથી એ ખ્યાલ આવે કે નોટબંધી અને જીએસટીના ઝટકા વાસ્તવિક રીતે કેટલા ઉંડા હતા. આ ઝટકાઓને કારણે આપણ ગતિને અસર પહોંચી છે.

ક્રુડ તેલની વધતી કિંમતોના કારણે પણ થોડી મુશ્કેલી પડી

રાજને આ અંગે જણાવ્યું હતું કે ક્રુડની કિંમતો વધવાને કારણે ઘરેલું ઈકોનોમિ સમક્ષ પરિસ્થિતિઓ થોડી મુશ્કેલ થશે. ભલે પછી દેશ નોટબંધી અને જીએસટીને કારણે સર્જાયેલી મુશ્કેલીમાંથી બહાર આવી રહ્યો હોય. એનપીએ વિશે તેમણે કહ્યું કે સ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે. ખરાબ ચીજોમાંથી બહાર આવવું જોઈએ. જેથી બેલેન્સ શીટ સાફ થાય અને બેન્કો ફરીથી તેના ટ્રેક પર પરત ફરી શકે. ભારતને બેન્કોને સાફ કરવામાં લાંબો સમય લાગ્યો છે. તેનું આંશિક કારણ એક એવું છે કે સિસ્ટમ પાસે ખરાબ ઋણમાંથી બહાર આવવા માટે કોઈ સાધન નથી.

દર મહિને 10 લાખ રોજગારની જરૂરિયાત

રાજને જણાવ્યું કે જો ભારત 7 ટકા વૃદ્ધિ દરથી ઓછા દરે વૃદ્ધિ કરતો હોય તો નિશ્ચિત રીતે કઈકને કઈક ખામી છે. આ રીતે દેશે ઓછામાં ઓછા અગામી 10-15 વર્ષ સુધી વિકાસ કરવો પડશે. ભારતે આ માટે 10 લાખ રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવવી પડશે.

ભારતની સામે છે ત્રણ મોટી મુશ્કેલીઓ

રાજને દેશ સામે રહેલી ત્રણ મોટી મુશ્કેલીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દેશનું ઈન્ફ્રાસ્ટ્રકચર અયોગ્ય છે. તેમણે કહ્યું કે નિર્માણ એ એવો ઉદ્યોગ છે, જે અર્થવ્યવસ્થાની શરૂઆતના તબક્કામાં ચાલે છે. બાદમાં ઈન્ફ્રાસ્ટ્કચરથી વૃદ્ધિનું સર્જન થાય છે. બીજી વાત કરતા જણાવ્યું કે દેશે વિજળીના ક્ષેત્રને પણ સારું બનાવવું પડશે. વિજળીની જરૂરિયત ધરાવતા તમામને તે મળે તે આવશ્યક છે. ત્રીજી વાત કરતા તેમણે કહ્યું કે બેન્કોની એનપીએ ઘટાડવી પડશે.

પીએમઓને પણ કર્યું ટાર્ગેટ

રાજને કહ્યું કે ભારતમાં સમસ્યાનો એક હિસ્સો એ છે કે અહીં રાજકીય નિર્ણય લેવાની વ્યવસ્થા એક હદથી વધારે કેન્દ્રીયકૃત છે. તેમણે કહ્યું કે ભારત કેન્દ્રથી કામ કરી શકતું નથી. ભારત ત્યારે કામ કરે છે જયારે ઘણાં બધા લોકો બોજો ઉઠાવી રહ્યાં હોય. આજના સમયમાં કેન્દ્ર સરકાર ખૂબ જ સેન્ટ્રલાઈઝ છે. તેનું એક ઉદાહરણ એ છે કે ઘણાં સારા નિર્ણયો લેવા માટે પણ પીએમઓની પરવાનગી જરૂરી છે.

X
GST and demonetization become hurdle for India says Raghuram Rajan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App