રઘુરામ રાજનના વિદ્યાર્થી અને IIT-IIMમાં ભણેલા કે. સુબ્રમણ્યન ચીફ ઇકોનોમિક એડવાઇઝર બન્યા

Divyabhaskar.com

Dec 07, 2018, 07:19 PM IST
Govt appoints Krishnamurthy Subramanian as Chief Economic Adviser for 3 years

- આ નિમણૂંક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે
- દેશની ટોપ બિઝનેસ સ્કુલ પૈકીની એક ઈન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસમાં ભણાવે છે

મુંબઈઃ સરકારે ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યનની નિમણૂક દેશના નવા ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે કરી છે. આ પહેલા 20 જૂન 2018 સુધી અરવિંદ સુબ્રમણ્યન ચીફ એડવાઇઝર હતા. તેમણે ત્રણ વર્ષ સુધી નાણા મંત્રાલયમાં ફરજ બજાવી અને બાદમાં પરિવારિક કારણોસર નોકરી છોડી હતી.

- કે. સુબ્રમણ્યન અત્યારે ઈન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.તે સિવાય સેન્ટર ફોર એનાલિટિકલ ફાઈનાન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર તરીકે પણ કામગીરી કરી રહ્યાં છે. શિકાગો-બુથમાંથી પ્રોફેસર લુઈગી ઝીગાલ્સ અને પ્રોફેસર રધુરામ રાજનના ગાઈડન્સ હેઠળ પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ બેન્કિંગ, કોરપોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલિસીના ક્ષેત્રમાં વિશ્વના જાણીતા એક્સપર્ટ પૈકીના એક છે.

- અગાઉ સુબ્રમણ્યન અમેરિકાની ગુઈઝુએટા બિઝનેસ સ્કુલમાં ફાઈનાન્સ ફેકલ્ટી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે ફાઈનાન્શિયલ ઈકોનોમિક્સમાં એમબીએ કર્યા બાદ પીએચડ કરી હતી.

X
Govt appoints Krishnamurthy Subramanian as Chief Economic Adviser for 3 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી