તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત સરકારે જોહન્સન એન્ડ જોહન્સનનાં પાવડરની સલામતીની પુનઃપુષ્ટિ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બડ્ડી અને મુલુન્દમાં આવેલા પ્લાન્ટમાં બેબી પાવડરનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે
  • સિંગાપોર, થાઇલેન્ડ, સાઉદી અરેબિયા, જોર્ડન, કુવૈત અને ઇજિપ્તનાં સહિતના દેશોએ પાવડર સુરક્ષિત હોવાનું કહ્યું 

નવી દિલ્હી: ભારત સરકારે જોહન્સન એન્ડ જોહન્સનનાં પાવડરમાં એસ્બેસ્ટોસ નથી એવી પુષ્ટિ કરવામાં આવ્યા બાદ કંપનીએ તેના બડ્ડી અને મુલુન્દમાં આવેલા પ્લાન્ટમાં બેબી પાવડરનું ઉત્પાદન ફરી શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ જ સિંગાપોર, થાઇલેન્ડ, સાઉદી અરેબિયા, જોર્ડન, કુવૈત અને ઇજિપ્તનાં નિયમનકારી સત્તામંડળોએ પણ જોહન્સન એન્ડ જોહન્સનનાં પાવડરની શુદ્ધતાની પુષ્ટિ કરી છે.

 

આ અંગે જોહન્સન એન્ડ જોહન્સને જણાવ્યું હતું કે અમે અમારાં પાવડરની સલામતી માટે કટિબદ્ધ છીએ, એનું સપ્લાયર્સ અને સ્વતંત્ર પ્રયોગશાળાઓ દ્વારા નિયમિતપણે પરીક્ષણ કરવામાં આવે છે. પરીક્ષણનો હેતું પાવડરમાં એસ્બેસ્ટોસ નથી એ સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે જોહન્સન એન્ડ જોહન્સન આંતરરાષ્ટ્રીય નિયમનકારોને સંપૂર્ણ સાથ સહકાર આપે છે. હજારો મહિલાઓ અને હજારો પુરુષોનાં અભ્યાસો દર્શાવે છે કે, પાવડરથી કેન્સર કે એસ્બેસ્ટોસ સંબંધિત રોગ થતો નથી.

 

અમેરિકામાં કંપની પર થયેલી કામગીરીને કારણે ભારત સહિતના અન્ય દેશોમાં તેની વિવિધ પ્રોડકટ્સના વેચાણમાં ભારે ઘટાડો થયો હતો. આ કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. જોહન્સન એન્ડ જોહન્સન એક સમયે ભારતમાં સૌથી વધુ માર્કેટ ધરાવતી હતી.

અન્ય સમાચારો પણ છે...