ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Latest News» અટલ પેન્શન યોજનામાં મહિને રૂ.10,000 પેન્શન લિમિટ કરવા સરકારનો વિચાર | Government mulls to raise pension limit from Rs.5000 to Rs.10,000 in APY

  અટલ પેન્શન યોજનામાં માસિક લિમિટ રૂ.10,000 કરવા સરકારનો વિચાર

  Bhaskar News | Last Modified - Jun 12, 2018, 05:54 PM IST

  PFRDAએ ઓટો એનરોલમેન્ટ અને મહત્તમ 40 વર્ષ ઉંમરની મર્યાદાને વધારીને 50 વર્ષ કરવાના બીજા 2 પ્રસ્તાવો પણ મોકલ્યા છે.
  • અટલ પેન્શન યોજનામાં માસિક લિમિટ રૂ.10,000 કરવા સરકારનો વિચાર
   અટલ પેન્શન યોજનામાં માસિક લિમિટ રૂ.10,000 કરવા સરકારનો વિચાર

   નવી દિલ્હીઃ અટલ પેન્શન યોજના (APY)ની મર્યાદા રૂ.5,000થી વધારીને રૂ.10,000 પ્રતિ માસ કરવા સરકાર વિચારી રહી છે. ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટના સંયુક્ત સચિવ મદનેશ કુમાર મિશ્રાનું કહેવું છે કે આ યોજના હેઠળ પેન્શન રકમ વધારવાની જરૂર છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ નાણા મંત્રાલયને દરખાસ્ત મોકલી હતી. તેનો હેતુ વધુને વધુ લોકોને આ યોજના સાથે જોડવાનો છે.

   અટલ પેન્શન યોજનામાં હાલ 5 સ્લેબ


   - અટલ પેન્શન યોજના હેઠળ હાલ રૂ.1,000થી રૂ.5,000 પ્રતિ મહિના સુધીના સ્લેબ છે.
   - પીએફઆરડીએના ચેરમેન હેમંત જી કહે છે કે - આ અંગે ઘણો ફીડબેક મળ્યો હતો. તે પછી સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો. લોકોનું કહેવું હતું કે 60 વર્ષની ઉંમરમાં 5,000 રૂપિયા પર્યાપ્ત નહિ થાય.

   ઉંમરની મર્યાદા 40 વર્ષથી વધારીને 50 વર્ષ કરવાનો પ્રસ્તાવ


   - પીએફઆરડીએએ 2 બીજા પ્રસ્તાવો મોકલ્યા છે. તેમાં ઓટો એનરોલમેન્ટ અને મહત્તમ 40 વર્ષ ઉંમરની મર્યાદાને વધારીને 50 વર્ષ કરવા જણાવવામાં આવ્યું છે. તેનાથી આ યોજનામાં જોડાનારાઓની સંખ્યા વધી શકે છે.

   યોજનામાં જોડાવા માટે માસિક પ્રીમિયમ


   - જો તમે 60 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે 1000 રૂપિયા પેન્શન મળે એમ ઇચ્છતા હો અને 18 વર્ષની ઉંમરથી આ યોજનામાં જોડાયા હો તો તમારે દર મહિને રૂ.42 આપવા પડે. જો તમે રૂ.5000 પેન્શન ઇચ્છતા હો અને 18 વર્ષની ઉંમરથી જોડાયા હો તો તમારે મહિને રૂ.210 ચુકવવા પડે.

   પેન્શનની રકમ માસિક પ્રીમિયમ
   1000 રૂપિયા

   42 રૂપિયા (18 વર્ષની ઉંમરે જોડાય તો)

   291 રૂપિયા (40 વર્ષની ઉંમરે જોડાય તો)

   2000 રૂપિયા

   84 રૂપિયા (18 વર્ષ)

   582 રૂપિયા (40 વર્ષ)

   3000 રૂપિયા

   126 રૂપિયા (18 વર્ષ)

   873 રૂપિયા (40 વર્ષ)

   4000 રૂપિયા

   168 રૂપિયા (18 વર્ષ)

   1164 રૂપિયા (40 વર્ષ)

   5000 રૂપિયા

   210 રૂપિયા (18 વર્ષ)

   1454 રૂપિયા (40 વર્ષ)

   2018-19માં 60-70 લાખ નવા ખાતા ખોલવાની ધારણા


   - પીએફઆરડીએના જણાવ્યા અનુસાર, અટલ પેન્શન યોજનામાં હાલ 1.02 કરોડ લોકો જોડાયેલા છે. 2017-18માં 50 લાખ નવા જોડાયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 60-70 લાખ સભ્યો જોડાવાની ધારણા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અટલ પેન્શન યોજનામાં મહિને રૂ.10,000 પેન્શન લિમિટ કરવા સરકારનો વિચાર | Government mulls to raise pension limit from Rs.5000 to Rs.10,000 in APY
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `