સરકારે GPFનો વ્યાજ દર વધારી 8% કર્યો, 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો

Government hikes general provident fund interest rate to 8%

Divyabhaskar.com

Oct 16, 2018, 07:01 PM IST

નવી દિલ્હીઃ સરકારે જનરલ પ્રોવિડન્ટ ફન્ડ (જીપીએફ) અને અન્ય સંલગ્ન સ્કીમના વ્યાજ દરમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટર માટે વધારો કર્યો છે. સરકારે વ્યાજ દરમાં 0.4 ટકાનો વધારો કરતા તે વધીને 8 ટકા થયો છે. અગાઉ જુલાઈ-સપ્ટેમ્બર 2018-19ના કવાર્ટરમાં જીપીએફનો વ્યાજદર 7.6 ટકા હતો. ઉલ્લેખનીય છે કે આ વ્યાજ દર પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડને ધ્યાનમાં રાખીને વધારવામાં આવ્યો છે.

આ અંગે ઈકોનોમિક્સ અફેર્સના નોટીફીકેશમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 1,2018થી ડિસેમ્બર 31, 2018 સુધીના કવાર્ટર માટે જનરલ પ્રોવિડન્ટ ફન્ડ અને તેના જેવા જ અન્ય ફન્ડોનો વ્યાજ દર આઠ ટકા રહેશે.આ વ્યાજ દર કેન્દ્રના, રેલવેના અને ડિફેન્સ ફોર્સના એમ્પલોઈસના પ્રોવિડન્ટ ફન્ડને લાગુ પડશે.

ગત મહિને સરકારે નાની બચતો જેવી કે એનએફસી, પીપીએફના દરોમાં 0.4 ટકાના વધારાની જાહેરાત ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટર માટે કરી હતી. આ જાહેરાત સરકારે બેન્કોના વધારેલા ડિપોઝીટ રેટ્સને અનુલક્ષીને કરી હતી.

X
Government hikes general provident fund interest rate to 8%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી