અંતે જનધન યોજનામાં સરકારે આપ્યા Good News: થશે રૂ. 2 લાખનો સીધો ફાયદો

અરુણ જેટલીએ આ યોજનાની જાહેરાત કરી છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:56 PM
government Doubles Up Overdraft Facility From Rs. 5K To Rs. 10K in jan Dhan Yojana

જનધન ખાતાઓમાં મળનારી ઓવરડ્રાફ્ટની સુવિધાને 5000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ, જનધન ખાતા ધારકોને RuPay કાર્ડ પર મળનારા 1 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાને પણ વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ ડેસ્કઃ જનધન યોજના (PMJDY)માં જે લોકોએ એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમના માટે સારા સમાચાર છે. સરકારે તેને હંમેશા ચાલુ રહેનારી યોજના બનાવવાનો નિર્ણય લીધો છે, ઉપરાંત યોજનામાં વધુ પ્રોત્સાહન જોડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજનાની સફળતાને જોતા સરકારે તેને હંમેશા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

હવે આ યોજનામાં ડબલ ફાયદો


જનધન ખાતાઓમાં મળનારી ઓવરડ્રાફ્ટની સુવિધાને 5000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ, જનધન ખાતા ધારકોને RuPay કાર્ડ પર મળનારા 1 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાને પણ વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વીમા માટે જનધન ખાતામાંથી માત્ર 47 પૈસા પ્રતિ કાર્ડનું પ્રિમિયમ લેવામાં આવે છે. આ ઉપરાંત જનધન ખાતાઓમાંથી કોઈ શરત વગર 2000 રૂપિયા સુધી ઉપાડવાની છૂટ પણ આપવામાં આવી છે.

2014માં શરૂ થઈ હતી યોજના


જનધન યોજનાને ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર આ યોજનાને માત્ર 4 વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને બેંકો સાથે જોડવા અને તેમને વીમા અને પેન્શન જેવી નાણાકિય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી હતી. સરકારી આંકડાઓ મુજબ, અત્યાર સુધી આ યોજના હેઠળ 32.41 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. બીજી તરફ, તેમાં 81,200 કરોડ રૂપિયાની રકમ જમા છે.

X
government Doubles Up Overdraft Facility From Rs. 5K To Rs. 10K in jan Dhan Yojana
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App